IPL 2026માં ઘાસ કાપનારના દીકરાએ તોડ્યું Virat Kohli નું દિલ, ચૂકી ગયો મોટો વર્લ્ડ રેકોર્ડ, જુઓ

વિરાટ કોહલી મોટી સિદ્ધિ હાંસલ કરવામાં માત્ર થોડો જ દૂર રહી ગયો. દિલ્હી સામેની મેચમાં સમગ્ર સ્ટેડિયમ તેની સિદ્ધિનો સાક્ષી બનવા આતુર હતું, પરંતુ લુંગી એનગીડીએ તેને 19 રને આઉટ કર્યો.

| Updated on: Apr 18, 2026 | 5:02 PM
1 / 5
Virat Kohliનું દિલ તૂટી ગયું… ‘કિંગ કોહલી’ માત્ર એક છગ્ગાથી ઐતિહાસિક સિદ્ધિથી દૂર રહી ગયો. IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સમગ્ર સ્ટેડિયમ કોહલીના 300 છગ્ગાના રેકોર્ડનો સાક્ષી બનવા આતુર હતું.

2 / 5
દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી, અને કોહલી પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક હતી. પરંતુ નસીબે સાથ આપ્યો નહીં. કોહલી માત્ર 13 બોલમાં 19 રન બનાવી શક્યો, જેમાં 3 ચોગ્ગા સામેલ હતા. છઠ્ઠી ઓવરમાં Lungi Ngidiની સચોટ બોલિંગ સામે તે આઉટ થઈ ગયો. ઘાસ કાપનારનો દિકરો  Pathum Nissanka એ કેચ કરી તેને આઉટ કર્યો હતો. આ સાથે તે 300 છગ્ગાના ઐતિહાસિક આંકડાથી માત્ર એક ડગલું દૂર રહી ગયો.

3 / 5
અત્યાર સુધી કોહલીએ RCB માટે 273 મેચમાં કુલ 299 છગ્ગા ફટકાર્યા છે, અને આજે એક જ છગ્ગો તેને ઇતિહાસમાં સ્થાન અપાવી શકતો હતો.

4 / 5
જો કે, રેકોર્ડ તૂટવા માટે જ બને છે, અને કોહલી જેવી ક્લાસ ધરાવતા ખેલાડી માટે આ માઇલસ્ટોન માત્ર સમયની વાત લાગે છે.

5 / 5
બીજી તરફ, IPL ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં Chris Gayle 357 છગ્ગા સાથે ટોચ પર છે, જ્યારે Rohit Sharma 310 છગ્ગા સાથે બીજા ક્રમે છે. કોહલી હાલ ત્રીજા ક્રમે છે અને હવે તેની આગામી ઇનિંગ પર તમામની નજર રહેશે કે તે ક્યારે આ ઐતિહાસિક 300 છગ્ગાનો આંકડો પાર કરે છે.(All Image - BCCI)

Published On - 5:00 pm, Sat, 18 April 26

Follow Us