
IPL 2026 દરમિયાન Mitchell Santnerને ગંભીર ઈજા થતાં તે ક્રિકેટમાંથી થોડા સમય માટે દૂર રહેવાના હોવાની વાત સામે આવી છે. Mumbai Indians માટે આ મોટો ઝટકો સાબિત થયો છે, કારણ કે તે ટીમ માટે મહત્વનો ખેલાડી હતો.

ચેન્નાઈ સામેની મેચ દરમિયાન બાઉન્ડ્રી પાસે કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટનરને ખભામાં ઈજા થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગી રહેલી આ ઈજા બાદમાં ગંભીર નીવડી. તાજેતરમાં થયેલા સ્કેન અને નિષ્ણાતોની તપાસ પછી જાણવા મળ્યું છે કે તેમને ગ્રેડ-3 ACL પ્રકારની ખભાની ઈજા થઈ છે. ડોક્ટરોએ તેમને ઓછામાં ઓછા એક મહિના આરામ અને રિહેબિલિટેશન કરવાની સલાહ આપી છે.

ઈજાના કારણે સેન્ટનર હવે મે મહિનાના અંતમાં આયર્લેન્ડ સામેની ટેસ્ટ મેચ તેમજ લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમની ફિટનેસ પર આધાર રાખીને જ બીજી અને ત્રીજી ટેસ્ટમાં રમવાનો નિર્ણય લેવાશે. જો તેઓ સમયસર સાજા નહીં થાય, તો આખી ઇંગ્લેન્ડ શ્રેણીમાંથી બહાર થવાની શક્યતા છે.

સેન્ટનર IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સાથે મોડા જોડાયા હતા. વ્યક્તિગત કારણોસર વિરામ લીધા બાદ તેમણે ટીમ માટે ચાર મેચ રમ્યા હતા, જેમાં પાંચ વિકેટ ઝડપી અને 26 રન બનાવ્યા હતા. પરંતુ ઈજાને કારણે હવે તેઓ આખી સિઝનથી બહાર થઈ ગયા છે.

ન્યૂઝીલેન્ડ માટે પણ આ મોટું નુકસાન છે, કારણ કે સેન્ટનર વ્હાઇટ-બોલ ફોર્મેટમાં મુખ્ય ઓલરાઉન્ડર અને કેપ્ટન છે. તેમની ગેરહાજરીમાં ટીમને પોતાની યોજનાઓમાં ફેરફાર કરવો પડશે. જોકે, આશા છે કે તેઓ જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ODI અને T20I શ્રેણી સુધીમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.(All Image - BCCI)