
IPL માં Royal Challengers Bengaluru (RCB) ના ₹16,000 કરોડથી વધુના અધિગ્રહણ પછી, Kumar Mangalam Birla ની દીકરી Ananya Birla ખુબ ચર્ચામાં આવી છે. અનન્યા, જે RCB ના નવા ચેરમેન Aryaman Vikram Birla ની બહેન છે, તેમણે પોતાની અલગ ઓળખ બનાવી છે.

1994માં મુંબઈમાં જન્મેલી અનન્યાએ University of Oxfordમાંથી Economics અને Management માં અભ્યાસ કર્યો છે. માત્ર 17 વર્ષની ઉંમરે તેમણે Svatantra Microfin ની સ્થાપના કરી, જે ગ્રામિણ મહિલાઓને નાણાકીય સેવાઓ પૂરી પાડે છે.

તે ઉપરાંત, અનન્યા Ikai Asai જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મની સ્થાપક પણ છે અને Aditya Birla Group ની મુખ્ય કંપનીઓમાં બોર્ડ મેમ્બર તરીકે પણ કાર્યરત છે.

ઉદ્યોગસાહસિક હોવા ઉપરાંત, અનન્યા એક આંતરરાષ્ટ્રીય પોપ સિંગર પણ છે. તેમણે 2016માં Universal Music Group સાથે કરાર કર્યો હતો. તેઓ તેમના સંગીત દ્વારા માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવે છે.

તેમની વ્યક્તિગત નેટવર્થ અંદાજે ₹1,000 કરોડથી ₹1,800 કરોડ વચ્ચે માનવામાં આવે છે, જે તેમના વિવિધ વ્યવસાયો અને રોકાણોમાંથી આવે છે.
Published On - 6:26 pm, Mon, 30 March 26