MI Retention List IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટનના નામની કરી જાહેરાત, રોહિત-પંડ્યાની સાથે આ 3 ખેલાડીઓને કર્યા રિટેન
IPL 2024માં નિરાશાજનક પ્રદર્શન બાદ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે મજબૂત પુનરાગમન કરવા માટે પ્રથમ પગલું ભર્યું છે. IPL 2025ની મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે કુલ 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી છે.
1 / 6
IPL 2024માં નિરાશાજનક પ્રદર્શન બાદ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે મજબૂત પુનરાગમન કરવા માટે પ્રથમ પગલું ભર્યું છે. IPL 2025ની મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે કુલ 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. ખાસ વાત એ છે કે રોહિત શર્મા હજુ પણ આ ટીમ સાથે છે.
2 / 6
ગત સિઝન બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે, પરંતુ એવું થયું નથી. આ સાથે જ હાર્દિક પંડ્યાને પણ રિટેન કરવામાં આવ્યો છે. આ બે દિગ્ગજ ખેલાડીઓ સિવાય મુંબઈની ટીમે વધુ 3 ખેલાડીઓને રિટેન કર્યા છે.
3 / 6
રોહિત આ ટીમ સાથે 5 વખત IPL ટ્રોફી જીતી ચૂક્યો છે. તો હાર્દિક પંડ્યાની છેલ્લી સિઝનમાં મુંબઈની ટીમમાં વાપસી થઈ હતી અને કેપ્ટન પણ બન્યો હતો. આ સિવાય જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને પણ રિટેન કરવામાં આવ્યા છે.
4 / 6
રિટેન્શન લિસ્ટની સાથે મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝન માટે કેપ્ટનનું નામ પણ જાહેર કર્યું છે. મુંબઈની ટીમે જાહેરાત કરી છે કે IPL 2025માં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન રહેશે.
5 / 6
ગત સિઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, પરંતુ મુંબઈએ પંડ્યા પરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. એટલે કે રોહિત શર્મા આગામી સિઝનમાં પણ ખેલાડી તરીકે રમશે.
6 / 6
મુંબઈએ જસપ્રિત બુમરાહને સૌથી વધુ 18 કરોડ રૂપિયા આપ્યા છે. તો સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને 16.35-16.35 કરોડમાં રિટેન કરવામાં આવ્યા છે. આ સિવાય રોહિતને 16.30 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. તો તિલક વર્માને 8 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.
Published On - 7:38 pm, Thu, 31 October 24