
સામાન્ય રીતે, વીમા કંપનીઓ ભાગદોડમાં થયેલા મૃત્યુને "આકસ્મિક મૃત્યુ" માને છે. ખાસ કરીને ટર્મ પોલિસીમાં આકસ્મિક મૃત્યુ માટેનું કવરેજ મળી આવે છે. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ ભાગદોડ જેવા કોઈ બાહ્ય કારણસર થાય છે, તો તે સામાન્ય રીતે વીમા હેઠળ આવરી લેવામાં આવે છે.

વીમા કંપનીઓ આ અકસ્માતને અકુદરતી મોત અથવા અચાનક મોત માને છે. આવી સ્થિતિમાં, વીમા કંપની દ્વારા પીડિતના પરિવારને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે.

જો વ્યક્તિ કોઈ ખતરનાક પ્રવૃત્તિમાં સામેલ હોય જેમ કે ગેરકાયદેસર પ્રદર્શન અથવા પ્રતિબંધિત વિસ્તારમાં હાજર રહેવું તેમજ આત્મહત્યા, દારૂના હાલથી થયેલ મૃત્યુ અથવા નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં સંડોવાયેલો હોય તો વીમા રકમ આપવામાં આવતી નથી.

વીમા કંપનીને પોલિસીધારકના મૃત્યુની જેવી ખબર પડે ત્યારે તેઓએ તાત્કાલિક પરિવાર અથવા નોમિનીને જાણ કરવી જોઈએ. પરિવારે આ ક્લેમ માટે ડેથ સર્ટિફિકેટ, પોલિસી દસ્તાવેજ અને ઘટના સંબંધિત અન્ય દસ્તાવેજો (જેમ કે FIR અથવા પોસ્ટમોર્ટમ રિપોર્ટ) સબમિટ કરવા પડશે.

દરેક પોલિસીના પોતાના નિયમો અને શરતો હોય છે, તેથી કોઈપણ દાવો કરતા પહેલા તેની નકલ (કોપી) કાળજીપૂર્વક વાંચી લેવી જોઈએ. આનાથી સમજવામાં સરળતા રહે છે કે કઈ પરિસ્થિતિમાં ઈન્સ્યોરન્સ ક્લેમ કરાય અને કઈ પરિસ્થિતિમાં ઈન્સ્યોરન્સ ક્લેમ ન કરી શકાય.

જો મામલો જટિલ હોય અથવા કોઈ અપવાદરૂપ પરિસ્થિતિ હોય, તો વીમા સલાહકાર અથવા કાનૂની નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. વીમા કંપનીઓ સામાન્ય રીતે ભાગદોડમાં થયેલ મૃત્યુને કવર કરે છે પરંતુ નિયમો અને શરતો પોલિસી મુજબ હોવા જોઈએ.
Published On - 7:25 pm, Wed, 4 June 25