દાદા-દાદી છે બેંગ્લુરુના રહેવાસી, ન્યુઝીલેન્ડમાં રહેતા પિતાએ 2 ક્રિકેટરોના નામ પરથી રાખ્યું પુત્રનું નામ

|

Mar 20, 2024 | 4:50 PM

આઈપીએલ 2024માં ધમાલ મચાવવા તૈયાર રચિન રવિન્દ્ર મુળ બેંગ્લોરનો છે. પરંતુ તેના પિતા 90ના દશકામાં ન્યુઝીલેન્ડ શિફટ થયા હતા. માટે રચિન રવિન્દ્ર ન્યુઝીલેન્ડની ટીમમાંથી રમે છે.તો આજે આપણે રચિન રવિન્દ્રના પરિવાર વિશે જાણીએ.

1 / 9
રચિનના પિતા રવિ કૃષ્ણમૂર્તિ ક્રિકેટના મોટા ફેન છે. તે ખુબ બેંગ્લુરુમાં ક્લબ ક્રિકેટ રમતા હતા. આજ કારણ છે કે, જ્યારે રચિનનો જન્મ થયો તો તેમણે રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરના નામ સાથે મેળવી પોતાના પુત્રનું નામ રચિન રાખ્યું છે.

2 / 9
રચિન રવિન્દ્ર ભારતીય મૂળના છે, તેમના પિતા રવિ કૃષ્ણમૂર્તિ બેંગ્લોરમાં સોફ્ટવેર આર્કિટેક્ટ હતા.કૃષ્ણમૂર્તિ બેંગ્લોરમાં ક્લબ ક્રિકેટ પણ રમ્યા હતા. પછી તેણે ન્યુઝીલેન્ડ જવાનું નક્કી કર્યું અને ત્યાં પરિવાર સાથે સ્થાયી થયા.

3 / 9
રવિન્દ્રના દાદા બેંગ્લોરની વિજયા કોલેજમાં ભણાવતા હતા. રચિન રવિન્દ્રનો જન્મ વિલ્મિંગ્ટનમાં થયો હતો અને તેણે ત્યાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. પહેલા તેણે ન્યુઝીલેન્ડની અંડર-19 ટીમમાં જગ્યા બનાવી અને સફળતાની સીડી ચડતા જ તે ટેસ્ટ ટીમમાં આવ્યો અને ભારત સામે પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો.

4 / 9
તેમના પિતા સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના ચાહક હતા, જ્યારે તેમના પુત્રનો જન્મ થયો, ત્યારે તેઓએ તેનું નામ સચિન અને રાહુલ દ્રવિડના નામ પર રાખવાનું નક્કી કર્યું. તેઓએ રાહુલના 'રા' અને સચિનના 'ચિન'ને જોડીને રચિનનું નામ રાખ્યું.

5 / 9
રચિનના દાદા-દાદી ખુબ જ પ્રસિદ્ધ શિક્ષણવિદ્વાન છે. તેના દાદાનું નામ બાલકૃષ્ણ અડિગા છે. જ્યારે દાદીનું નામ પૂર્ણિમા અડિગા છે. બંન્ને સાઉથ બેંગલુરુમાં રહે છે. પાકિસ્તાન વિરુદ્ધ રમતા ન્યુઝીલેન્ડની મેચ દરમિયાન બંન્ને પૌત્રને સપોર્ટ કરવા મેદાનમાં પણ આવ્યા હતા.

6 / 9
આઈપીએલ 2024માં રચિન રવિદ્ર ડેબ્યુ કરી શકે છે. ન્યુઝીલેન્ડના ક્રિકેટર રચિન રવિન્દ્રે વનડે વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ગત્ત વર્ષે ડિસેમ્બર મહિનામાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને 1.8 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. રવિન્દ્ર પાવર-હિટર છે. ચેન્નાઈ સુપર કિંગ્સને સારી શરુઆત પણ અપાવી શકે છે. 24 વર્ષીય ખેલાડી સ્પિન બોલિંગ પણ કરી શકે છે.

7 / 9
રચિન રવિન્દ્ર ન્યુઝીલેન્ડનો ઓલરાઉન્ડર છે. તે ડાબા હાથથી બેટિંગ કરે છે. રચિન રવિન્દ્ર IPL-2024માં ડેબ્યુ કરી શકે છે. પહેલો વનડે વર્લ્ડ કપ રમી રચિને 3 સદી પણ ફટકારી હતી.

8 / 9
ન્યૂઝીલેન્ડના યુવા ક્રિકેટર રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરાર છે. બંને ત્રણ વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે. તમને જણાવી દઈએ કે રચિનની ગર્લફ્રેન્ડ પ્રેમિલા મોરાર ફેશન ડિઝાઈનર છે અને ઓકલેન્ડની રહેવાસી છે. બંનેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે.

9 / 9
 પ્રેમિલા સોશિયલ મીડિયા પર રચિન રવિન્દ્ર કરતાં વધુ એક્ટિવ છે. તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના અને રચિનના ફોટા શેર કરતી રહે છે. પ્રેમિલાના ઈન્સ્ટાગ્રામ પર 5000 થી વધુ ફોલોઅર્સ છે.

Next Photo Gallery