
અહીંનું કેલ્ક્યુલેશન સમજો : ધારો કે તમે SIPમાં દર મહિને રૂપિયા 10,000નું રોકાણ કરવાનું શરૂ કરો છો અને દર વર્ષે તેમાં 5 ટકા વધારો કરો છો. જે તમને સરેરાશ 12 ટકા વળતર આપે છે. 30 વર્ષમાં 55 વર્ષની ઉંમર સુધી તમારું કુલ રોકાણ લગભગ 79.73 લાખ રૂપિયા હશે. ચક્રવૃદ્ધિ વ્યાજને લીધે તમને અંદાજે રૂપિયા 4.48 કરોડનું વ્યાજ મળશે. જેના પરિણામે કુલ રૂપિયા 5.28 કરોડની રકમ થશે.

Sip plan : જો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવ્યા પછી રિટાયર સમયે FD પર 6 ટકાનો વ્યાજ દર મળે તો પણ તમને પર્યાપ્ત પેન્શન મળશે. 4.74 કરોડના ટેક્સ પછીના કોર્પસ પર તમે 6 ટકાના દરે વાર્ષિક અંદાજે રૂપિયા 28.42 લાખની કમાણી કરશો. જે દર મહિને આશરે રૂપિયા 2.37 લાખની બરાબર છે.