
મોટાભાગે લોકો સવારની શરૂઆત ઘણીવાર ગરમ દૂધ, ચા અથવા કોફીથી કરે છે. ઘણા લોકો આ માટે ગેસને બદલે ઇન્ડક્શનનો ઉપયોગ કરે છે. જો કે, ઇન્ડક્શન હીટિંગનો ઉપયોગ ખૂબ કાળજીથી કરવો જોઈએઅને વરસાદની ઋતુમાં વધારાની સાવધાની રાખવી જોઈએ. (Image Source | iStock)

ઇલેક્ટ્રિક ઇન્ડક્શન હીટિંગ વીજળી પર ચાલે છે. જો તેનું વાયરિંગ ક્ષતિગ્રસ્ત હોય, પ્લગ ઢીલો હોય, ઇન્સ્યુલેશન તૂટી ગયું હોય અથવા તો કોઈ અન્ય તકનીકી ખામી હોય તો ઇલેક્ટ્રિક કરંટ છૂટી શકે છે. (Image Source | iStock)

જો વાયરિંગ તૂટી ગયું હોય, પ્લગ ઢીલો હોય, અથવા ઇન્સ્યુલેશન ઘસાઈ ગયું હોય, તો તેને તાત્કાલિક બદલવું જોઈએ. ખામીયુક્ત વાયરિંગ ઇલેક્ટ્રિક શોકનું મુખ્ય કારણ બની શકે છે. (Image Source | iStock)

ભીની વસ્તુઓમાંથી કરંટ ઝડપથી વહન થાય છે. ભીના હાથથી અથવા ભીના વાસણમાં દૂધ ગરમ કરવાથી ઇલેક્ટ્રિક શોક લાગી શકે છે. તેથી હંમેશા સૂકી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. (Image Source | iStock)

જ્યારે પાવર ચાલુ હોય ત્યારે ઇન્ડક્શન પર મુકેલા વાસણને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. જો ઇન્ડક્શનમાં લીકેજ હોય તો તે ઇલેક્ટ્રિક શોકનું કારણ બની શકે છે. તેથી તમારે સાવચેત રહેવું જોઈએ. (Image Source | iStock)

ઇન્ડક્શન માટે યોગ્ય વાસણનો જ ઉપયોગ કરવો જોઈએ. અસ્થિર અથવા સરળતાથી પડી જાય તેવા વાસણનો ઉપયોગ કરવાથી અકસ્માતનું જોખમ વધી શકે છે. (Image Source | iStock)

જો કોઈને કરંટ લાગે તો સૌથી પહેલા મુખ્ય વીજ સ્વિચ તરત બંધ કરો. ત્યારબાદ સૂકી લાકડી, પ્લાસ્ટિક અથવા વીજળી ન પસાર કરતી વસ્તુની મદદથી વ્યક્તિને વીજ સ્ત્રોતથી દૂર કરો. જો વ્યક્તિ બેભાન થઈ જાય અથવા તેની સ્થિતિ ગંભીર હોય તો તરત જ હોસ્પિટલ અથવા ડૉક્ટર પાસે લઈ જાઓ. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)