
ભારતનો પહેલો સિમેન્ટ સેક્ટર પર ફોકસ કરતો ETF 'Groww Nifty Cements ETF' લોન્ચ થઈ ચૂક્યો છે, જે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂમ પર સૌથી મોટો દાવ માનવામાં આવે છે. ઘર, દુકાન, મોલ, મેટ્રો, એક્સપ્રેસવે કે એરપોર્ટ જેવી કોઈપણ નાની-મોટી ઇમારત કે પ્રોજેક્ટ સિમેન્ટ વગર શક્ય નથી. ફાઇનાન્શિયલ સેક્ટરના નિષ્ણાતોનું માનવું છે કે, જ્યારે કોઈ ઇન્ડેક્સ કે ક્ષેત્રમાં પ્રથમ, દ્વિતીય કે તૃતીય મ્યુચ્યુઅલ ફંડ અથવા ETF લોન્ચ થાય છે, ત્યારે તે ક્ષેત્રમાં ભવિષ્યમાં તેજી આવવાના સંકેત મળે છે. આ ETF 'Nifty Cement Index'ને ટ્રેક કરે છે, જે રોકાણકારોને UltraTech Cement, Grasim Industries, Ambuja Cements, ACC, Shree Cement, Dalmia Bharat અને JK Cement જેવી દેશની 20 અગ્રણી સિમેન્ટ કંપનીઓમાં એકસાથે રોકાણ કરવાની તક આપે છે.

સિમેન્ટ સેક્ટરનું મહત્વ એ બાબતથી સમજી શકાય છે કે, નવું મકાન, સોસાયટી, હોસ્પિટલ, સ્કૂલ, ડેટા સેન્ટર, રેલવે સ્ટેશન, એક્સપ્રેસવે કે મેટ્રો લાઇન આ બધામાં સિમેન્ટ એક કોમન અને અનિવાર્ય તત્વ છે. ભારત હાલમાં દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, હાઉસિંગ, સ્માર્ટ સિટીઝ તેમજ રેલ પ્રોજેક્ટ્સ પર સતત હજારો કરોડ રૂપિયા ખર્ચી રહી છે. આથી જેટલો ભારતનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ વધશે, તેટલી જ સિમેન્ટની માંગ પણ વધવાની સંભાવના રહેશે, જેના કારણે સિમેન્ટ સેક્ટર આગામી વર્ષોમાં આ વિકાસ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહેશે.

આ ETFની સૌથી મોટી તાકાત તેનું પેસિવ ઇન્વેસ્ટિંગ અને ડાયવર્સિફિકેશન છે. જો કોઈ રોકાણકાર Nifty Cement Indexમાં જોડાયેલ તમામ કંપનીઓનો માત્ર એક-એક શેર ખરીદવા માંગે, તો 13 જુલાઈ 2026ના લાસ્ટ ટ્રેડ પ્રાઇસના આધારે અંદાજે 53,279.89 હજાર રૂપિયાની જરૂર પડી શકે છે. જો કે, આ ETF ખરીદીને માત્ર એક યુનિટ દ્વારા જ તમામ કંપનીઓમાં તેમના વેઇટેજ પ્રમાણે પ્રમાણસર હિસ્સેદારી સાથે રોકાણ શરૂ કરી શકાય છે. આનાથી અલગ-અલગ શેર પસંદ કરવાની કે વારંવાર પોર્ટફોલિયો રીબેલેન્સ કરવાની જરૂર રહેતી નથી અને ઓછી રકમમાં આખા સેક્ટરનું એક્સપોઝર મળી જાય છે.

આ NFO 8 જુલાઈ 2026થી ઓપન થયો છે અને તેમાં એપ્લાય કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2026 છે. જણાવી દઈએ કે, 5 ઓગસ્ટ 2026થી શેરબજારમાં તેનું ટ્રેડિંગ શરૂ થશે અને આમાં ઓછામાં ઓછું 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે.

આ ETF એવા લોકો માટે છે કે, જેઓ માને છે કે આગામી 5 થી 10 વર્ષોમાં ભારતમાં હાઉસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને અર્બનાઇઝેશન (શહેરીકરણ) ઝડપથી વધશે. જો કે, આ એક સેક્ટોરલ અને થીમેટિક ETF હોવાથી આમાં ઉતાર-ચઢાવ બ્રોડ માર્કેટ ETF કરતાં વધુ હોઈ શકે છે, તેથી તેને સમગ્ર પોર્ટફોલિયોના વિકલ્પ તરીકે નહીં પણ એક થીમેટિક રોકાણ તરીકે જોવું યોગ્ય રહેશે. આખરે, "જ્યારે કોઈ દેશ વિકાસ કરે છે, ત્યારે સૌથી પહેલા તેનો પાયો મજબૂત થાય છે અને એ પાયાની સૌથી મોટી ઓળખ સિમેન્ટ છે." આ જ વિચાર સાથે ભારતનો આ પહેલો સિમેન્ટ સેક્ટર ETF હવે રોકાણકારો માટે ઉપલબ્ધ છે.