
થેપલા : આ વાનગી તો બધાની ફેવરિટ રહી છે. લાંબા અંતરની મુસાફરી માટે થેપલા બેસ્ટ ઓપ્શન છે. થેપલા સાથે દહીં પણ તમે ખાઈ શકો છો. થેપલામાં મેથી નાખીને તમે બનાવી શકો છો.

ગાંઠીયા : ગુજ્જુ લોકોના ફેવરીટ ગાંઠીયા એ પણ ટ્રેનમાં નાસ્તાની દ્રષ્ટિએ હેલ્ધી નાસ્તો છે. ઘરે બનાવેલા બેસનના ગાંઠીયા અને સેવ પણ વધારે સમય સુધી સારા રહે છે.

ડ્રાયફ્રુટ્સ : ડ્રાયફ્રુટ્સ મહિનાઓ સુધી બગડતા નથી. આવી સ્થિતિમાં તમે ટ્રેનની મુસાફરીમાં તમારી સાથે ડ્રાય ફ્રૂટ્સ લઈ જઈ શકો છો. પીસ્તા, કાજુ અને અંજીર જેવા ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો.

મિઠાઈ : તમે ઘરે બનાવેલી મીઠાઈઓ પણ લઈ શકો છો. જો તમે લાંબા અંતરની મુસાફરી પર જઈ રહ્યા હોવ તો ઘરે ચણાના લોટના લાડુ બનાવો અને તેમાં ખાંડને બદલે ગોળ નાખો. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય.