રિયલ નહી પરંતુ રિલ નામથી અભિનેતા એટલો ફેમસ કે, લાઈટબિલ પણ આ નામ પર આવે છે

મંદાર ચાંદવાડકર "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં માસ્ટર ભીડેની ભૂમિકા ભજવે છે. તારક મહેતા પહેલા મંદાર ઘણી ટેલિવિઝન સિરિયલો અને મરાઠી નાટકોમાં જોવા મળ્યો હતો.

| Updated on: Jun 30, 2026 | 7:10 AM
1 / 11
મંદાર ચાંદવાડકરને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. તે ટેલિવિઝનની દુનિયાનો ફેમસ ચેહરામાંથી એક છે. તેને આત્મારામ ભીંડે મોટી સફળતા અપાવી છે. હવે લોકો તેને ભીંડેના નામથી જ ઓળખે છે.

2 / 11
મંદાર ચાંદવાડકરનો જન્મ 27 જુલાઈ 1976 રોજ થયો છે. તે એક ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા છે. જે હિન્દી અને મરાઠી ટેલિવિઝનમાં કામ કરે છે. તેઓ સોની સબની સૌથી લાંબી ચાલતી કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આત્મારામ તુકારામ ભીડેની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે.

3 / 11
મંદાર ચાંદવાડકરનો પરિવાર જુઓ

મંદાર ચાંદવાડકરનો પરિવાર જુઓ

4 / 11
ચાંદવાડકરનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાં મરાઠી પરિવારમાં થયો હતો અને તેમણે પરેલ, મુંબઈમાં આર.એમ. ભટ્ટ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે માટુંગા મુંબઈમાં ગુરુ નાનક ખાલસા કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સમાંથી સ્નાતક થયા હતા.

5 / 11
તેમણે ત્રણ વર્ષ (1997-2000) દુબઈમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કર્યું છે. તેમણે અભિનયમાં કારકિર્દી બનાવવા માટે નોકરી છોડી દીધી હતી.તેમના લગ્ન સ્નેહલ ચાંદવાડકર સાથે થયા છે, જેમની સાથે તેમને પાર્થ નામનો દીકરો છે.

6 / 11
1998માં, ચાંદવાડકરે પ્રતિબિમ્બ નામના પોતાના થિયેટર જૂથોની રચના કરી અને ત્રણ હિન્દી/મરાઠી હાસ્ય ફિલ્મોમાં અભિનય કર્યો. તેમણે અનેક એકાંકી નાટકોનું દિગ્દર્શન કર્યું છે.

7 / 11
તેઓ હિન્દી અને મરાઠી બંને ટેલિસિરિયલમાં સક્રિય રહ્યા છે અને તેમાંથી 30 થી વધુમાં અભિનય કર્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મંદાર ચાંદવાડકર ફેમસ થયા છે.

8 / 11
ભીડેનું પાત્ર એટલું લોકપ્રિય થઈ ગયું છે કે, મંદારને તેના રિયલ નામથી કોઈ ઓળખતું નથી. તેના પડોશીઓ પણ તેને ભીડે કહે છે. લોકો તેનો સ્વભાવ આત્મારામ ભીડે જેવો જ ગંભીર માને છે. ભીડેનું પાત્ર તેની ઓળખ બની ગયું છે

9 / 11
લોકોએ ભીડેના પાત્રને એટલી ગંભીરતાથી લીધું છે કે તેમનું લાઈટબિલનું બિલ પણ માસ્ટર ભીડેના નામે આવે છે. કોઈ તેમને તેમના સાચા નામથી ઓળખી પણ શકતું નથી. લોકો તેમને ગોકુલધામ સોસાયટી વિશે પણ પ્રશ્નો પૂછે છે.

10 / 11
મંદાર 20 કરોડની સંપત્તિનો માલિક છે. તે શોમાં એક એપિસોડ માટે 45 હજાર રુપિયા લે છે. તેને લક્ઝરી કારનો પણ શોખ છે.

11 / 11
 દુબઈમાં નોકરી છોડી થિએટર અને સીરિયલમાં કામ કરવા લાગ્યો હતો. 8 વર્ષ સુધી મરાઠી નાટકોમાં કામ કર્યા બાદ તેમણે આત્મારામ ભિડેનું પાત્ર નિભાવ્યું હતુ.

Published On - 7:09 am, Tue, 30 June 26

Follow Us