
આ ટ્રેનને ચલાવવી ભારત માટે તે સમયે ખુબ મહત્વપૂર્ણ હતી તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કો, આ ટ્રેનને 21 તોપોની સલામી મળી હતી. રેલવેના ઈતિહાસમાં 21 તોપની સલામી સાથે બોપરના 3.30 કલાકે આ ટ્રેન બોરી બંદરથી રવાના થઈ હતી. આ ટ્રેન અંદાજે બપોરના 4.45 કલાકે થાણે પહોંચી હતી. કુલ 34 કલાકનું અંતર કાપવા માટે આ ટ્રેનને 15 મિનિટનો સમય લાગ્યો હતો.

એમાં કોઈ શંકા નથી કે અંગ્રેજોએ ભારતમાં રેલ્વે નેટવર્ક લોકોની જરૂરિયાતો માટે નહીં પરંતુ પોતાના ફાયદા માટે શરૂ કર્યું હતું. તેઓ માલસામાનની સલામત અવરજવર માટે રેલ્વે વ્યવસ્થા ઇચ્છતા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈને થાણે, કલ્યાણ, થલ અને ભોર ઘાટ સાથે રેલવે લાઇન દ્વારા જોડવાનો વિચાર સૌપ્રથમ 1843માં ભાંડુપની મુલાકાત દરમિયાન મુંબઈ સરકારના મુખ્ય ઇજનેર શ્રી જ્યોર્જ ક્લાર્કને આવ્યો હતો

બોમ્બે રેલવે સેવા શરુ થયા બાદ 15 ઓગસ્ટ 1854ના રોજ પ્રથમ ટ્રેન કોલક્તાના હાવડા સ્ટેશનથી 24 કિલોમીટર દુર હુગલી માટે રવાના થઈ હતી. આ પ્રકારની ઈસ્ટ ઈન્ડિયન રેલવેનો પ્રથમ ભાગ જાહેર ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનાથી પૂર્વ ભાગમાં રેલ્વે પરિવહનની શરૂઆત થઈ. ત્યારબાદ, દક્ષિણમાં પહેલી લાઇન મદ્રાસ રેલ્વે કંપની દ્વારા 1 જુલાઈ, 1856 ના રોજ ખોલવામાં આવી. તે (Vyasarpadi Jeeva Nilayam) અને વાલાજાહ રોડ (આર્કોટ) વચ્ચે દોડી હતી,

આજની તારીખમાં ભારતીય રેલવે એશિયાની સૌથી મોટું રેલવે નેટવર્ક અને દુનિયાનું સૌથી બીજું મોટું રેલવે નેટવર્ક છે.વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેન આપણી પાસે છે. હાલના સમયે ઈન્ડિયન રેલવેમાં અત્યાધુનિક ટેકનીકનો ઉપયોગ થઈ રહ્યો છે.તેમજ વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ પણ ભારતમાં જ છે. જે કર્ણટકના હુબલીમાં છે.