ગાંધીનગર કેપિટલ અને ઉજ્જૈન જંક્શન વચ્ચે 16 ટ્રેનો દોડે છે. આજે આપણે તેમાંથી એક ટ્રેન વિશે જોઈશું.
ગાંધીનગર કેપિટલ-ઈન્દોર જંક્શન વચ્ચે જે ટ્રેન ચાલે છે તે ટ્રેન નંબર-19309 છે. આ ટ્રેન ગુજરાતના 11 થી 12 સ્ટેશનોને જોડે છે.
આ ટ્રેનમાં ગાંધીનગરથી ઉજ્જૈનની જનરલ ટિકિટ 165 રુપિયા છે. તેમાં અંદાજે 2 જનરલ કોચ, 8 સ્લીપર કોચ, 5 કોચ 3A AC, 2 કોચ 2A AC ના અને 1 કોચ 1A ACનો સમાવેશ થાય છે. સ્લીપર કોચના અંદાજે 315થી 325 રુપિયા છે.
આ ટ્રેન ગુજરાતના ગાંધીનગર, ચાંદલોડિયા, સાબરમતી, અમદાવાદ, મહેમદાવાદ, ખેડા રોડ, નડિયાદ જંક્શન, આણંદ જંક્શન, છાયાપુરી(વડોદરા), ગોધરા, લિમખેડા, દાહોદ જેવા સ્ટેશનો આવરે છે.
આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે સફર કરાવે છે. ગાંધીનગરથી તેનો સમય 18:00 વાગ્યાનો છે અને બીજા દિવસે ઉજ્જૈન 03:50 વાગ્યે પહોંચાડે છે અને ઈન્દોર 05:55 વાગ્યે પહોંચાડે છે. (નોંધ-ટ્રેનનો સમય પરિસ્થિતિ અનુસાર આગળ-પાછળ થઈ શકે છે. તો એક વાર કન્ફર્મ કરી લેવા વિનંતી.)