
મનીષા વકીલ ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય રાજકારણી છે, જે 2017ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓથી ગુજરાત વિધાનસભામાં વડોદરા શહેર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

મનીષા વકીલ 2012ની ચૂંટણીમાં પણ આ જ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. મનીષા વકીલના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે. તેમજ એમ એ બીએડનો પણ અભ્યાસ કર્યો છે.

ઉપરાંત તેણે વડોદરાની બ્રાઇટ ડે સ્કૂલમાં સુપરવાઇઝર તરીકે પણ ફરજ બજાવી છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં શહેર વાડીની બેઠક પર તેઓ જીત્યા હતા.

મનીષા રાજીવભાઈ વકીલ મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને સશક્તિકરણની જવાબદારી મળી છે. તેમના મત વિસ્તારની વાત કરીએ તો 141 વડોદરા શહેર છે.

મનીષા વકીલ વડોદરા શહેર બેઠક પરથી ધારાસભ્ય છે અને પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારની નવી કૅબિનેટમાં તેમને સમાવવામાં આવ્યાં છે.

મનીષા વકીલે એમ.એ.નો અભ્યાસ કર્યો છે.તેઓ વડોદરાની શાળાનાં સુપરવાઇઝર તરીકે તથા સૉલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યાં છે.

તેઓ તેરમી ગુજરાત વિધાનસભાનાં પણ સભ્ય હતાં અને તેઓ વાંચનનો શોખ ધરાવે છે.

નવા મંત્રીમંડળમાં સ્થાન પામેલા મનીષા વકીલ લાખથી વધુની સંપતિ ધરાવે છે, 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાંથી માં પોતાના નામે 793633 અને તેના પતિના નામે 653682 જેટલી સંપતિ ધરાવે છે.

રાજયકક્ષાના મંત્રી મનીષા વકીલે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ચાર્જ સંભાળ્યો છે.