બોલિવુડમાં ફ્લોપ અને રાજકારણમાં હિટ રહી ચુકેલા ચિરાગ પાસવાનના પરિવાર વિશે જાણીએ.
રામવિલાસ પાસવાનનો જન્મ 5 જુલાઈ 1946ના રોજ બિહારના ખાગરિયા જિલ્લાના શાહરબન્ની ખાતે જમુન પાસવાન અને સિયા દેવીના ઘરે થયો હતો.
રામવિલાસ પાસવાનની રાજનીતિક લાઈફ ઉતાર-ચઢાવ ભરી રહી છે. તમને જણાવી દઈએ કે, રામવિલાસ પાસવાને 2 લગ્ન કર્યા હતા. પહેલી પત્નીનું નામ રાજકુમારી દેવી અને બીજી પત્નીનું નામ રીના પાસવાન છે.
રામવિલાસ પાસવાને પહેલી પત્ની રાજકુમારીને 1981માં તલાક આપી દીધા હતા. બીજી પત્ની રીના પાસવાનથી તેને એક પુત્ર ચિરાગ અને એક દિકરી નિશા છે. પહેલી પત્નીથી 2 દિકરીઓ ઉષા અને આશા છે.
રામવિલાસ પાસવાને કોસી કોલેજ, ખાગરિયા અને પટના યુનિવર્સિટીમાંથી સ્નાતક અને માસ્ટર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી હતી. 1969માં બિહાર પોલીસમાં ડીએસપી તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન થયું છે. હવે તેના દિકરા ચિરાગ વિશે વાત કરીએ.
ચિરાગ કુમાર પાસવાનનો જન્મ 31 ઓક્ટોબર 1982 રોજ થયો છે, એક ભારતીય રાજકારણી અને એક ફિલ્મમાં કામ પણ કરી ચુક્યા છે.તેઓ દિવંગત સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર છે.તેમના પિતા રામવિલાસ પાસવાન ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક હતા,
કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિગ્રીમાં બી ટેક કરી ત્યારબાદ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેમણે બોલિવુડ ફિલ્મ મિલે ના મિલે હમ (2011) માં કંગના રનૌત સાથે અભિનય કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, પાસવાન ચિરાગ કા રોજગાર નામનું એનજીઓ પણ ચલાવે છે, જે તેમના રાજ્યના બેરોજગાર યુવાનોને નોકરીઓ પૂરી પાડવાનું ફાઉન્ડેશન છે.
27 ફેબ્રુઆરી 2021ના રોજ પાસવાને અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ₹1.11 લાખનું દાન આપ્યું હતું અને કહ્યું હતું કે સમાજના વંચિત વર્ગના દરેક વ્યક્તિની ફરજ છે કે તે આ સંદર્ભે આગળ વધે.
તમને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણીમાં ચિરાગ પાસવાનની પાર્ટીએ 5 સીટ પરથી ચૂંટણી લડી હતી. જેમાં હાઝીપુર, જમુઈ, ખગડિયા, સમસ્તીપુર અને વૈશાલીનો સમાવેશ થાય છે. મહત્વની વાત તો એ છે કે, તેની પાર્ટીએ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતા પાંચેય સીટ પર જીત મેળવી છે.
કાર કલેક્શનની વાત કરીએ તો ચિરાગ પાસવાન પણ લક્ઝરી વાહનોના શોખીન છે. તેની પાસે 5 લાખની કિંમતની 2015 મોડલની જીપ્સી છે અને ફોર્ચ્યુનર પણ છે જેની કિંમત અંદાજે 30 લાખ રુપિયા છે.