
હર્ષિત રાણાને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો છે. તે અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝ અને ત્યારબાદની એશિયન ગેમ્સમાં પણ રમશે નહી. તેના સ્થાને યશ ઠાકુરે ટીમમાં સ્થાન મેળવ્યું છે.

ટીમ ઈન્ડિયામાં હર્ષિત રાણાના સ્થાને વિદર્ભના 27 વર્ષના ફાસ્ટ બોલર યશ ઠાકુરે સ્થાન લીધું છે. યશે આ વર્ષે જુલાઈ મહિનામાં ઝિમ્બાબ્વેની સાથે રમાયેલી ટી20 સીરિઝમાં ભારત માટે ડેબ્યું કર્યું હતુ.

યશ ઠાકુરનો પરિવાર જુઓ

યશ ઠાકુરને અફઘાનિસ્તાન સીરિઝ તેમજ એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયામાં હર્ષિત રાણાની જગ્યાએ લેવામાં આવ્યો છે.ડેથ ઓવરના કિંગ યશ ઠાકુરનો પરિવાર જુઓ

યશ ઠાકુરે અત્યારસુધી 2ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં 4 વિકેટ લીધી છે. તો ઘરેલું ક્રિકેટમાં યશ ઠાકુરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની 50 મેચ રમી છે. જેમાં તેમણે 7.04ની ઈકોનોમીથી 81 વિકેટ પોતાને નામ કરી છે.

યશ ઠાકુરનો જન્મ 28 ડિસેમ્બર 1998 રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. તે ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ માટે રમે છે.

યશ ઠાકુરે 25 ફેબ્રુઆરી 2017 ના રોજ 2016-17 વિજય હજારે ટ્રોફીમાં વિદર્ભ માટે લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતુ. તેણે 28 નવેમ્બર 2018 ના રોજ 2018-19 રણજી ટ્રોફીમાં વિદર્ભ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતુ.

21 ફેબ્રુઆરી 2019 ના રોજ 2018-19 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વિદર્ભ માટે ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું. તો 8 ડિસેમ્બર 2021 ના રોજ, 2021-22 વિજય હજારે ટ્રોફીના શરૂઆતના દિવસે, ઠાકુરે લિસ્ટ A ક્રિકેટમાં તેની પ્રથમ પાંચ વિકેટ લીધી હતી.

2023 IPL પહેલા ખેલાડીઓના ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા તેમને 45 લાખમાં ખરીદવામાં આવ્યો હતો અને 3 એપ્રિલ 2023ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPLમાં ડેબ્યૂ કર્યું હતું.

યશ ઠાકુર IPL 2024નો પહેલો બોલર બન્યો જેણે ગુજરાત ટાઇટન્સ સામે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં પાંચ વિકેટ લીધી હતી.
Published On - 7:06 am, Mon, 14 September 26