વર્લ્ડકપમાં છોટા પેકેટ બડ્ડા ધમાકા રહેનારી જેમિમા રોડ્રિગ્સનો પરિવાર જુઓ

ભારતીય ટીમે નવી મુંબઈમાં રમાયેલી ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને મહિલા ODI વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો..જેમીમા મેદાનની બહાર પણ ચર્ચામાં છે, 25 વર્ષની ઉંમરે તેની નેટવર્થ કરોડો રુપિયામાં છે. તો આજે આપણે જેમીમાના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Nov 03, 2025 | 9:32 AM
4 / 14
જેમીમા જેસિકા રોડ્રિગ્સનો જન્મ રોમન કેથોલિક પરિવારમાં થયો હતો, અને તેનો ઉછેર મુંબઈમાં થયો છે.

5 / 14
 જેમિમા રોડ્રિગ્સને બે ભાઈઓ એનોક અને એલી છે. ચાર વર્ષની ઉંમરે તેમણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતુ.

6 / 14
બાળકોને વધુ સારી રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે તેનો પરિવાર બાંદ્રા પશ્ચિમમાં રહેવા ગયો હતો. તેના પિતા, ઇવાન રોડ્રિગ્સ તેની શાળામાં જુનિયર કોચ હતા અને  તે તેના ભાઈઓ સાથે પણ ક્રિકેટ રમતી હતી

7 / 14
તેના ભાઈ અને પિતા તેને શરૂઆતથી જ તેને કોચિંગ આપતા, ઇવાને તેની શાળામાં છોકરીઓની ક્રિકેટ ટીમમાં રમતી હતી. જેમીમાને ફિલ્ડ હોકી અને ક્રિકેટ બંને રમવાનો શોખ હતો.

8 / 14
જેમિમા રોડ્રિગ્સે મુંબઈની સેન્ટ જોસેફ કોન્વેન્ટ હાઇ સ્કૂલ અને પછી રિઝવી કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સમાં અભ્યાસ કર્યો છે.

9 / 14
જેમીમા રોડ્રિગ્સે 18 વર્ષની ઉંમરે ભારતીય મહિલા ટીમમાં પ્રવેશ કર્યો હતો. ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લેતા પહેલા તે રાષ્ટ્રીય સ્તરની હોકી ખેલાડી પણ હતી.

10 / 14
ઘરેલુ ક્રિકેટમાં તે મુંબઈ મહિલા ક્રિકેટ ટીમ માટે રમે છે. જેમિમા રોડ્રિગ્સ અંડર-17 મહારાષ્ટ્ર ફિલ્ડ હોકી ટીમ માટે રમી ચૂકી છે. 2018માં તેને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા શ્રેષ્ઠ સ્થાનિક જુનિયર મહિલા ક્રિકેટર માટે જગમોહન દાલમિયા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

11 / 14
તેને 2024 ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. 2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર રન ચેઝમાં અણનમ સદી (127* રન) ફટકારી હતી.

12 / 14
 જેમિમાને BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ વાર્ષિક 30 લાખ (ગ્રેડ B) કમાય છે. તેની મેચ ફીમાં ટેસ્ટ માટે 15 લાખ, ODI માટે 6 લાખ અને T20 માટે 3 લાખનો સમાવેશ થાય છે.

13 / 14
મહિલા પ્રીમિયર લીગમાં, તેને દિલ્હી કેપિટલ્સ દ્વારા 2.2 કરોડની રકમ આપવામાં આવે છે.

14 / 14
તે હ્યુન્ડાઇ, જિલેટ, રેડ બુલ, ડ્રીમ11 અને પ્લેટિનમ ઇવારા જેવી મોટી બ્રાન્ડ્સ સાથે પણ એન્ડોર્સમેન્ટ ધરાવે છે. વિવિધ રિપોર્ટ અનુસાર, જેમીમા રોડ્રિગ્સની કુલ સંપત્તિ 2025 સુધીમાં  8 કરોડથી  15 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.

Published On - 3:03 pm, Fri, 31 October 25