
અમીએ અનેક ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે. ટીવી જગતના જાણીતા ચહેરાઓનો ઉલ્લેખ હોય તો અમી ત્રિવેદીનું નામ ચોક્કસ લેવામાં આવે છે.અમી ત્રિવેદીનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.

અમી ત્રિવેદીનો જન્મ 15 જુલાઈ 1982ના રોજ થયો છે. તે એક ભારતીય ટેલિવિઝન અને થિયેટર કલાકાર છે.તેઓ મુખ્યત્વે 'કીટુ સબ જાનતી હૈ'માં 'કીટુ' અને લોકપ્રિય કોમેડી સિરિયલ 'પાપડ પોલ'માં 'કોકિલા'ના પાત્રો માટે જાણીતા છે.

તેમજ તેઓ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં મંજરી બિરલાના પાત્રમાં જોવા મળી હતી. અમી ત્રિવેદી અભિનેત્રી હોવાની સાથે એક વોઈસ આર્ટિસ્ટ પણ છે.

અમી ત્રિવેદીનો પરિવાર જુઓ

અમી ત્રિવેદીએ ઘણા વર્ષો સુધી ગુજરાતી થિયેટરમાં કામ કર્યું છે અને તેઓ અનેક હિન્દી ધારાવાહિકોમાં પણ જોવા મળી છે. તેમના પિતા તુષાર ત્રિવેદી એક જાણીતા થિયેટર અભિનેતા છે, જેઓ 20 વર્ષથી વધુ સમયથી ગુજરાતી નાટકો સાથે સંકળાયેલા છે.

તેમના નાના ભાઈ, કરણ ત્રિવેદી પણ એક થિયેટર અભિનેતા અને વોઈસ-ઓવર કલાકાર છે. અમી ત્રિવેદીનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. તેમણે જય હિંદ કોલેજમાંથી વિજ્ઞાન શાખામાં સ્નાતકની પદવી મેળવી હતી.

બાળપણમાં, તેઓ અને તેમના ભાઈએ 'ઝી હોરર શો' (Zee Horror Show) અને 'હમરાહી' (Humraahi) જેવા ટીવી કાર્યક્રમોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ગુજરાતી થિયેટર ક્ષેત્રે જોડાયા.

તેમના પિતા, તુષાર ત્રિવેદી, થિયેટર જગત સાથે સંકળાયેલા છે, જ્યારે તેમના માતા ગૃહિણી છે.અમી ત્રિવેદીએ 2009 માં તેમના બોયફ્રેન્ડ નીરજ સંઘાઈ સાથે લગ્ન કર્યા.

નીરજ સંઘાઈ 'પ્રાઈમ ફોકસ લિમિટેડ' (Prime Focus Ltd) નામની પોસ્ટ-પ્રોડક્શન સેવાઓ પૂરી પાડતી કંપનીમાં કામ કરે છે. તેઓ 'કિટુ સબ જાનતી હૈ' (Kituu Sab Janti Hai) ના સેટ પર એક સામાન્ય મિત્ર દ્વારા મળ્યા હતા.

ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ,10 ડિસેમ્બર 2009ના રોજ તેમણે લગ્ન કર્યા. હાલમાં તેઓ મુંબઈના અંધેરી (પશ્ચિમ) સ્થિત લોખંડવાલામાં રહે છે, આ દંપતીને એક પુત્ર છે, જેનો જન્મ 15 ડિસેમ્બર 2012ના રોજ થયો હતો.