
કનિકા કૌર માનનો જન્મ 7 ઓક્ટોબર 1993 રોજ થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે. જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. તુમસે ના હો પાયેગામાં તેની ભૂમિકા માટે જાણીતી છે.

તેમણે બઢ્ઢો બહુ સીરિયલથી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો હતો.માનને તેની વેબ ડેબ્યુ રૂહાનિયાત સાથે કરી હતી. 2022માં ખતરોં કે ખિલાડી 12માં ભાગ લીધો હતો.

કનિકા માનનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

કનિકા માનનો જન્મ પાણીપત, હરિયાણામાં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

બિગ બોસ 20 પહેલા કનિકા કલર્સના રિયાલિટી શો ખતરો કે ખેલાડીમાં જોવા મળી ચૂકી છે. કનિકા ટીવીની સાથે સાથે મ્યુઝિક વીડિયો અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.

કનિકા માનના પિતાનું નામ કંવર જીત સિંહ છે. કનિકા આજે ભલે ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચેહરો છે પરંતુ કનિકાનો પરિવાર ઈન્ડસ્ટ્રીની વિરુદ્ધમાં હતો.

કનિકા માનને તેના પહેલા મ્યુઝિક વીડિયો માટે 3 હજાર રુપિયા મળ્યા હતા.

કનિકા માને મોડલિંગમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી. 2015માં મિસ ઈન્ડિયા એલીટમાં મિસ કોન્ટિનેટલનો ખિતાબ જીત્યો હતો. તે અનેક પંજાબી વીડિયોમાં જોવા મળી ચૂકી છે. તેમજ કનિકા માનની પહેલી પંજાબી ફિલ્મ રોકી મેન્ટલ હતી.

તે ખતરોં કે ખિલાડી સીઝન 12ની ફાઇનલિસ્ટ હતી અને તાજેતરમાં જ બિગ બોસ 20માં સ્પર્ધક તરીકે ભવ્ય એન્ટ્રી કરી હતી. લોકો તેને બિગ બોસની વિજેતાની નજરે જોઈ રહ્યા છે.

કનિકા કૌર ને ઘરના સ્ભ્યોએ નોમિનેટ કરી હતી. તેનું કારણ તે બધાને ખુબ જ સ્ટ્રોગ લાગતી હતી. તેવું આપ્યું હતુ.
Published On - 7:06 am, Sat, 12 September 26