
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને એક વર્ષ સુધી બિનજરૂરી સોનાની ખરીદી ટાળવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા સોનાના આયાતકાર દેશોમાં સામેલ છે અને સોનાની ખરીદી માટે મોટી માત્રામાં વિદેશી ચલણ ખર્ચવું પડે છે. આવી સ્થિતિમાં જો લોકો થોડા સમય માટે સોનાની ખરીદી ઘટાડે તો દેશને અબજો ડોલરની વિદેશી મુદ્રા બચાવવામાં મદદ મળી શકે છે. (Image Credit Source: Social Media)

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કોપરને “ભવિષ્યનું સોનું” ગણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ અને ડિજિટલ ટેક્નોલોજી માટે કોપરની માંગ ઝડપથી વધવાની છે. તેથી ભારતે વિદેશી આયાત પર આધાર રાખવાના બદલે સ્થાનિક ખનન અને ઉત્પાદન પર વધુ ભાર મૂકવો જોઈએ. (Image Credit Source: Social Media)

છેલ્લા 5 વર્ષમાં કેટલું સોનું બન્યું? કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં સોનાના ઉત્પાદનામાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2020-21 દરમિયાન દેશમાં આશરે 1127 કિલોગ્રામ સોનાનું ઉત્પાદન થયું હતું. ત્યારબાદ 2021-22માં આ આંકડો વધીને 1407 કિલોગ્રામ સુધી પહોંચ્યો હતો. (Image Credit Source: Social Media)

વર્ષ 2022-23માં સોનાના ઉત્પાદનમાં નાનો વધારો થયો અને કુલ ઉત્પાદન 1433 કિલોગ્રામ રહ્યું. ત્યારબાદ 2023-24માં સોનાનું ઉત્પાદન 1500 કિલોગ્રામનો આંકડો પાર કરીને 1586 કિલોગ્રામ સુધી પહોંચ્યું હતું. જ્યારે 2024-25માં તેમાં વધુ વધારો નોંધાયો અને કુલ ઉત્પાદન 1627 કિલોગ્રામ સુધી પહોંચી ગયું. (Image Credit Source: Social Media)

સરકાર દ્વારા ગોલ્ડ અને કોપર બ્લોકની હરાજી: કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં સોનું અને કોપર સહિતના ખનિજોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા Exploration Licence વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેના માધ્યમથી મહત્વપૂર્ણ ખનિજ વિસ્તારોમાં પ્રાથમિક સર્વે અને શોધખોળનું કામ કરવામાં આવે છે. (Image Credit Source: Social Media)

National Mineral Exploration and Development Trust (NMEDT)ના સહયોગથી ખાનગી સંસ્થાઓને પણ ખનિજ સંશોધન માટે જોડવામાં આવી રહી છે. સરકારના જણાવ્યા મુજબ વર્ષ 2015થી અત્યાર સુધીમાં 28 ગોલ્ડ બ્લોક અને 11 કોપર બ્લોકની હરાજી કરવામાં આવી છે. (Image Credit Source: Social Media)

કોપર ઉત્પાદનમાં જોવા મળ્યો ઉતાર-ચઢાવ: કોપર ઉત્પાદનના મામલે છેલ્લા કેટલાક વર્ષોમાં મિશ્ર સ્થિતિ જોવા મળી છે. વર્ષ 2020-21માં દેશમાં 1,08,718 ટન કોપરનું ઉત્પાદન થયું હતું. 2021-22માં તેમાં વધારો થઈ 1,15,313 ટન ઉત્પાદન નોંધાયું. (Image Credit Source: Social Media)

જોકે 2022-23માં ઉત્પાદન થોડું ઘટીને 1,12,745 ટન થયું હતું, પરંતુ 2023-24માં ફરી વૃદ્ધિ સાથે આંકડો 1,25,230 ટન સુધી પહોંચી ગયો હતો. બીજી તરફ 2024-25 દરમિયાન કોપર ઉત્પાદન ફરી ઘટીને આશરે 1,05,012 ટન રહ્યું હતું. (Image Credit Source: Social Media)

આધુનિક ટેક્નોલોજીથી વધારવાનો પ્રયાસ: કોપર ઉત્પાદન વધારવા માટે આધુનિક “પેસ્ટ ફિલ” ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નોલોજી ખનન પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને અસરકારક બનાવવામાં મદદ કરે છે. (Image Credit Source: Social Media)

ખાણ મંત્રાલય હેઠળ કાર્યરત Hindustan Copper Limited (HCL) હાલમાં દેશમાં કોપર ખનનનું મહત્વપૂર્ણ કામ સંભાળી રહી છે. કંપનીએ કોપર ઉત્પાદન વધારવા માટે વિવિધ પગલાં લીધા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં HCLના ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. (Image Credit Source: Social Media)

નિષ્ણાતોના મતે વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં સ્થાનિક ઉત્પાદન વધારવું અને આયાત પરની નિર્ભરતા ઘટાડવી ભારત માટે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે. (Image Credit Source: Social Media)
Published On - 2:44 pm, Mon, 11 May 26