
વિરાટ કોહલીનું બેટ ચાલ્યું, શ્રેયસ અય્યરનું બેટ ચાલ્યું પરંતુ ટીમ ઈન્ડિયા માત્ર 233 રન જ બનાવી શકી હતી. કાર્ડિફમાં શાનદાર શરુઆત મળ્યા બાદ ટીમ ઈન્ડિયાની ખરાબ રમત જોવા મળી હતી. 44 ઓવરમાં ટીમ સમેટાય ગઈ હતી.

વિરાટ કોહલી અને અય્યરે મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ 20 રન બનાવનાર જસપ્રીત બુમરાહની બેટિંગ ચર્ચામાં રહી છે. જસપ્રીત બુમરાહે કાર્ડિફમાં 150થી વધારેના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તેમણે એક જ ઓવરમાં 3 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી છે. આ સાથે આ ઓવરમાં વનડે ક્રિકેટમાં પોતાનો બેસ્ટ સ્કોર પણ બનાવ્યો છે.

જસપ્રીત બુમરાહે 43મી ઓવરમાં પોતાના બેટથી તાકાત દેખાડી હતી. તેમણે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સાકિબ મહમુદની ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ છેલ્લા બોલ પર સિક્સ ફટકારી આ ઓવરમાં 18 રન બનાવ્યા હતા.

બુમરાહની બેટિંગ જોઈ બધા ચોંકી ગયા હતા. આમ તો જસપ્રીત બુમરાહ બોલિંગ માટે જાણીતો છે. પરંતુ આ ખેલાડીએ ઈંગ્લેન્ડની પીચ પર પોતાની બેટિંગની તાકાત દેખાડી હતી.

બુમરાહે વર્ષ 2022માં ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટેસ્ટમાં સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 35 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ ઈતિહાસની સૌથી મોંઘી ઓવર છે. બુમરાહે બ્રોડને આ ઓવરમાં 29 રન બેટથી બનાવ્યા હતા.બ્રોડની ઓવરમાં બુમરાહે ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. હવે, ફરી એકવાર, બુમરાહે પોતાની બેટિંગ કુશળતા બતાવી છે.

ભારતીય ટીમે કાર્ડિફ વનડેમાં શરુઆત સારી કરી હતી. કેપ્ટન શુભમન ગિલે ફાસ્ટ બેટિંગ કરી ટીમને 44 રનના સ્કોર સુધી પહોંચાડી હતી. ગિલ 31 રન પર આઉટ થયો હતો. વિરાટ કોહલી 65 , અય્યર 66 રન બનાવ્યા હતા.

ત્યારબાદ ટીમની એક બાદ એક વિકેટ પડવા લાગી હતી. ભારતે 7 વિકેટ માત્ર 55 રન પર ગુમાવી હતી. ટીમ ઈન્ડિયા જે ફ્રન્ટફૂટ પર હતી, તે અચાનક બેકફૂટ પર ચાલી ગઈ હતી. (All photo : PTI)