
આકાશદીપે ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બોલરો જસપ્રીત બુમરાહ અને ઝહીર ખાનને પણ પાછળ છોડી દીધા છે. બુમરાહે 2021માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટ્રેન્ટ બ્રિજ ખાતે 110 રન આપીને 9 વિકેટ લીધી હતી. તે આ બાબતમાં બીજા સ્થાને છે. તે જ સમયે ઝહીર ખાને 2007માં 134 રન આપીને 9 વિકેટ લીધી હતી.

આકાશ દીપની બહેન છેલ્લા 2 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહી છે. તેણે આ રેકોર્ડનું પ્રદર્શન તેની બહેનને સમર્પિત કર્યું. જોકે, તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. મેચ પછી, આકાશ દીપે પોતે આ વાતનો ખુલાસો કર્યો. તેણે કહ્યું કે તેણે આ મેચ તેની બહેનને ધ્યાનમાં રાખીને રમી હતી.

આ મેચમાં ભારતે વિદેશી પીચો પર સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 336 રનના માર્જિનથી જીતી હતી. આ પહેલા ભારતે 318 રનના માર્જિનથી જીતનો રેકોર્ડ બનાવ્યો હતો.