
મંડુકાસન એ પેટ માટે સૌથી ફાયદાકારક આસન છે. આનાથી તમને પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે કબજિયાત, અપચો વગેરેથી રાહત મળે છે, આ ઉપરાંત આ આસન પેટની ચરબી ઘટાડવામાં પણ અસરકારક છે. આ આસન નિયમિતપણે કરવાથી તણાવ ઘટાડવામાં, બ્લડ સુગરને નિયંત્રિત કરવા વગેરેમાં ફાયદો થાય છે. (IndiaPix/IndiaPicture-gettyimage)

દિનચર્યામાં ભુજંગાસન કરવાથી માત્ર પાચન જ નહીં પરંતુ લીવર, કિડની, હૃદય અને ફેફસામાં પણ ફાયદો થાય છે. આ આસન કરવાથી મહિલાઓને પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે, જ્યારે આ યોગ આસન એનર્જી પણ આપે છે, જેનાથી તમે ફિટ અને હેલ્ધી અનુભવો છો. દરરોજ ભુજંગાસન કરવાથી કરોડરજ્જુમાં લવચીકતા આવે છે, જે તમને કમરના દુખાવાથી દૂર રાખે છે. (westend61/gettyimage) (નોંધ : અન્ય સાહિત્યો અને મળતા નોલેજ પ્રમાણે આ માહિતી લખેલી છે. આ યોગાસનો કરતા પહેલાં એક્સપર્ટની સલાહ અને સૂચનો લેવા વિનંતી.)