જો તમારા બેંક લોકરમાંથી કરોડો રૂપિયાનું સોનું ચોરાઈ જાય તો તમને કેટલા રૂપિયા મળશે ? જાણો
ઘરમાં કિંમતી સામાન અને ઘરેણાં રાખવાનું સલામત નથી એવું વિચારીને લોકો પોતાની કિંમતી વસ્તુઓ બેંક લોકરમાં રાખે છે. પરંતુ જો આ લોકરોમાંથી કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય તો લોકોએ શું કરવું જોઈએ? ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ચિનહાટ વિસ્તારમાં ચોરોએ દિવાલમાં બાકોરું પાડીને ઈન્ડિયન ઓવરસીઝ બેંકની એક શાખામાં પ્રવેશ કર્યો અને પછી 42 લોકર તોડી નાખ્યા. સવાલ એ છે કે જો બેંક લોકરમાં રાખેલી તમારી જ્વેલરી ચોરાઈ જાય તો શું તમને તેની કિંમત મળે છે ? મળે તો કેટલી ? આ વિશે નિયમો શું કહે છે ?