
આ વાયરસના કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ થાય છે, શ્વાસને લગતા ચેપી રોગના રક્ષણ માટે તે માટેના નિયમો જાહેર કર્યા છે. HMPV વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.આ પ્રકારની કોઈ બીમારી હોય તો શું ન કરવું તે પણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

હ્યુમન મેટાપ્યમોવાયરસથી બચવા શું કરવું જોઈએ ચાલો જાણીએ. તો કોઈને છીંક અથવા ઉધરસ આવે તો મોઢા પાસે રૂમાલ રાખવો,નિયમિત રીતે હાથ સાબુથી ધોવા ભીડભાળવાળી જગ્યાએથી દૂર રહેવું અને વધુ પડતું પાણી પીવું અને પૌષ્ટિક આહાર લેવો. સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, ભીડભાડવાળા સ્થળોથી દુર રહેવું,પુરતી ઊંઘ લેવી.

હ્યુમન મેટાપ્યમોવાયરસથી બચવા શું ન કરવું તો જરૂરી ન હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં,ચેપગ્રસ્ત વ્યક્તિના રૂમાલ, ટુવાલ સહિત અન્ય સાધન સામગ્રીને અડવું નહીં ,જાતે દવા લેવાનું ટાળવું ,નજીકના આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરીને દવા લેવી
Published On - 2:28 pm, Mon, 6 January 25