
દેશમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલની માંગ ક્યારેય ઘટવાની નથી. જો તમે એવો બિઝનેસ શોધતા હોવ જ્યાં રોજ ગ્રાહકો આવે અને કમાણીનો ફ્લો સતત ચાલુ રહે, તો પેટ્રોલ પંપ એક બેસ્ટ અને લોન્ગ ટર્મ ઓપ્શન છે.

પેટ્રોલ પંપ ખોલવા માટે કેટલીક પ્રાથમિક શરતો છે. અરજી કરનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. શિક્ષણની વાત કરીએ તો, ગ્રામીણ વિસ્તારો માટે 10મું કે 12મું પાસ અને શહેરી વિસ્તારો માટે ગ્રેજ્યુએશન જરૂરી છે. સાથે જ કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ.

પેટ્રોલ પંપ માટે સૌથી મહત્ત્વનો ભાગ જમીન છે. જો તમે હાઈવે પર પંપ ખોલવા માંગો છો તો 1200 થી 1600 ચોરસ મીટર અને જો શહેરમાં ખોલવા માંગો છો તો 800 થી 1000 ચોરસ મીટર જમીનની જરૂર પડશે. જમીન પોતાની હોવી જોઈએ અથવા તો લાંબા ગાળાની લીઝ (ભાડા) પર લીધેલી હોવી જોઈએ, જે કાનૂની વિવાદોથી મુક્ત હોય.

ભારતમાં ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી કંપનીઓ સમય-સમય પર પેટ્રોલ પંપ માટે જાહેરાતો બહાર પાડે છે. આ માટે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હોય છે. ફોર્મ ભર્યા બાદ લોટરી અથવા મેરિટના આધારે સિલેક્શન થાય છે.

રોકાણનો ખર્ચ લોકેશન પર આધાર રાખે છે: ગ્રામીણ વિસ્તાર: અંદાજે ₹15 થી ₹25 લાખ, શહેરી વિસ્તાર: અંદાજે ₹30 થી ₹50 લાખ, હાઈવે લોકેશન: ₹50 લાખથી ₹1 કરોડ સુધી, આ ખર્ચમાં સિક્યોરિટી ડિપોઝિટ, ટાંકી, ડિસ્પેન્સર મશીન અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.

પેટ્રોલ પંપની કમાણી દર લીટર વેચાણ પર મળતા કમિશન પર આધારિત છે. સામાન્ય રીતે પેટ્રોલ પર અંદાજે ₹3 થી ₹4 પ્રતિ લીટર અને ડીઝલ પર ₹2 થી ₹3 પ્રતિ લીટર કમિશન મળે છે. જો તમારા પંપ પર રોજનું 3000 લીટરનું વેચાણ થાય, તો મહિનાની કમાણી લાખોમાં થઈ શકે છે.

પેટ્રોલ પંપ પર કમાણી માત્ર ઇંધણ વેચીને જ નથી થતી. આ સિવાય ફ્રી એર ફિલિંગ, એન્જિન ઓઇલ, લુબ્રિકન્ટ્સનું વેચાણ, નાની દુકાન કે કેફે ખોલીને તેમજ કાર વોશિંગ જેવી સુવિધાઓ આપીને તમે દર મહિને મોટી નફાકારક એક્સ્ટ્રા આવક ઊભી કરી શકો છો.
Published On - 8:06 pm, Thu, 28 May 26