શિયાળામાં AC કવર કરતાં પહેલાં જરૂર કરો આ 3 કામ, યોગ્ય રીતે ઢાંકશો તો જ થશે ફાયદો

શિયાળો શરૂ થતાં જ AC મહિનાઓ સુધી બંધ રહેશે. માત્ર ઇન્ડોર જ નહીં, બહાર લાગેલા આઉટડોર યુનિટને પણ સુરક્ષિત રાખવું જરૂરી છે. જાણો માત્ર 250 રૂપિયાનું કવર તમારા AC ને 22000 રૂપિયા સુધીના મોટા ખર્ચથી કેવી રીતે બચાવી શકે છે.

| Updated on: Oct 26, 2026 | 8:16 PM
1 / 7
હળવી ઠંડીની શરૂઆત સાથે જ શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે અને હવે આગામી 5 થી 6 મહિના સુધી AC નો ઉપયોગ ભાગ્યે જ થશે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ઘરની અંદર રહેલા ઇન્ડોર યુનિટને કવર કરીને છોડી દે છે. જોકે ઘરની બહાર બાલ્કની કે ધાબા પર તડકો, ઝાકળ અને ધૂળમાં લટકતા આઉટડોર યુનિટને નજરઅંદાજ કરી દેવામાં આવે છે. હકીકતમાં સમગ્ર એર કન્ડિશનર સિસ્ટમનો મુખ્ય ભાગ આ આઉટડોર યુનિટ જ છે. મહિનાઓ સુધી બંધ રહેવાને કારણે સ્મોગ, ભેજ અને પક્ષીઓની ગંદકીને લીધે તે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે.

2 / 7
જો શિયાળામાં ઇન્ડોર યુનિટની જેમ જ આઉટડોર યુનિટને પણ આશરે 250 રૂપિયાના સામાન્ય કવરથી યોગ્ય રીતે ઢાંકવામાં આવે, તો મોંઘા ભાવનું AC બગડતાં બચી શકે છે.

3 / 7
બંધ રહેલું AC કેમ બગડી જાય છે?: શિયાળા દરમિયાન સતત મહિનાઓ સુધી બંધ રહેવાથી AC ખરાબ થવું સામાન્ય બાબત છે. જ્યારે AC ચાલુ હોય છે ત્યારે તેના પંખા અને હવાના ભારે પ્રવાહને લીધે ધૂળ-માટી જમા થઈ શકતી નથી. આ ઉપરાંત વપરાશ દરમિયાન સર્વિસ પણ નિયમિત થતી રહે છે. આનાથી વિપરીત, જ્યારે AC લાંબો સમય બંધ પડ્યું રહે છે ત્યારે ધૂળ, ધુમાડો અને સ્મોગનું ઝીણું પડ કોઇલ પર ચોંટી જાય છે. સવારના ભેજ અને ઝાકળ સાથે આ ગંદકી ભળતાં તે કાદવ જેવી બની જાય છે. આઉટડોર યુનિટ ખુલ્લામાં હોવાથી તેના પર સૌથી વધુ નુકસાન થાય છે. આ ભેજ ધીમે-ધીમે કોપર પાઇપ, ફેન બ્લેડ અને બોડીમાં કાટ લગાડવા માંડે છે. ઘણીવાર ગંદકીના કારણે પાણી અંદર પ્રવેશીને વાયરિંગ અને સર્કિટ બોર્ડ (PCB) સુધી પહોંચી જાય છે, જેનાથી આખી સિસ્ટમ ફેઇલ થઈ શકે છે.

4 / 7
બેદરકારીથી થઈ શકે છે મોટો આર્થિક ખર્ચ:  આઉટડોર યુનિટની બોડીમાં કાટ લાગવાથી તેના સમારકામનો ખર્ચ ઘણો વધી જાય છે. 1.5 ટનના સ્પ્લિટ AC ની કોઇલ ડિસ્કેલિંગ અને સામાન્ય સફાઈમાં જ 1,500 થી 3,000 રૂપિયા ખર્ચાઈ જાય છે. રિપોર્ટ અનુસાર, જો બહારના પંખાની મોટર બગડી જાય તો 1,800 થી 4,500 રૂપિયા અને ઇન્વર્ટર AC નું PCB બોર્ડ ખરાબ થાય તો 3,500 થી 8,500 રૂપિયા સુધીનો મોટો ફટકો પડી શકે છે. જો કન્ડેન્સર કોઇલ બદલવાની નોબત આવે તો 4,500 થી 9,000 રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે અને જો કોમ્પ્રેસર જ બળી જાય તો ખિસ્સામાંથી 10,000 થી લઈને 22,000 રૂપિયા સુધીનો તોતિંગ ખર્ચ કરવો પડે છે.

5 / 7
યોગ્ય કવર કરશે સંપૂર્ણ રક્ષણ: બજારમાં મળતા 250 રૂપિયાના સામાન્ય કવર પણ ઉપયોગી બની શકે છે, જો કેટલીક મૂળભૂત બાબતો તપાસવામાં આવે. બ્રાન્ડેડ કવર 325 થી 350 રૂપિયાની આસપાસ મળી રહે છે. કવર તમારા AC ના વજન અને ક્ષમતા (જેમ કે 1 ટન કે 1.5 ટન) મુજબ યોગ્ય સાઇઝનું હોવું જરૂરી છે. ખોટી સાઇઝના કવરથી ધૂળ-માટી અંદર જવાનો માર્ગ ખુલ્લો રહી જાય છે. કવરનું મટિરિયલ વોટર-રેસિસ્ટન્ટ (પાણી ન પ્રવેશે તેવું) હોવું જોઈએ અને તેમાં ઇલાસ્ટિક અથવા બાંધવા માટે દોરી હોવી જરૂરી છે, જેથી તે પવનમાં ઊડી ન જાય.

6 / 7
AC કવર કરતાં પહેલાં જરૂર કરો આ 3 કામ: માત્ર ઇન્ડોર યુનિટ જ નહીં, પરંતુ ખુલ્લામાં રહેલા આઉટડોર યુનિટને પણ ખાસ કવર કરો. કવર લગાવતાં પહેલાં ખાતરી કરો કે AC યુનિટ સંપૂર્ણપણે સૂકું હોય. તેને સૂકા કપડાથી લૂછીને સાફ કર્યા પછી જ કવર ચડાવો. કવર લગાવ્યા બાદ AC નો પ્લગ સ્વિચબોર્ડમાંથી બહાર કાઢી લો. હવાના પરિભ્રમણ માટે કવરને નીચેના ભાગેથી સહેજ ખુલ્લું રાખો જેથી અંદર વરાળ કે ભેજ ન ભરાય.

7 / 7
જો શક્ય હોય તો AC કવર કરતાં પહેલાં એકવાર સામાન્ય સર્વિસ કરાવી લેવી હિતાવહ છે. સર્વિસ પછી યુનિટને 1 દિવસ પૂરેપૂરું સૂકાવા દો અને ત્યારબાદ જ કવર લગાવો. આમ કરવાથી આવતા ઉનાળામાં તમે સીધા સર્વિસ વગર પણ AC સરળતાથી ચાલુ કરી શકશો.

Follow Us
Loading...
Unable to load recommendations.