
ભુજિયા ડુંગર પર એક દૃઢ કિલ્લો આવેલો છે, જેને ભુજીયા કિલ્લો કહેવાય છે. આ કિલ્લો 18મી સદીમાં કચ્છના રાજા રાવ લખપતજીના સમયમાં દુશ્મનોના હુમલાથી શહેરનું રક્ષણ કરવા માટે બાંધવામાં આવ્યો હતો.અહીં આવેલું ભુજીંગ નાગ મંદિર નાગ પંચમીના દિવસે ખાસ પૂજાવિધિ માટે જાણીતું છે, જેમાં હજારો ભક્તો ઉપસ્થિત રહે છે. (Credits: - Wikipedia)

ભુજંગ નાગનું મંદિર ભુજિયા કિલ્લાની સાથે રાજા દેશલજી પ્રથમના શાસન દરમિયાન (ઇ.સ. 1718થી 1740) નિર્માણ પામ્યું હતું. નાગા બાવાઓની સહાયથી એક મહત્વપૂર્ણ યુદ્ધમાં વિજય મળ્યા બાદ, રાજા દેશલજીએ ઇ.સ. 1723માં ત્યાં એક વિશિષ્ટ છત્રી (સ્મારકગૃહ) બાંધાવવાનું આયોજિત કર્યું હતું. આ પ્રસંગના સ્મરણમાં દર વર્ષે નાગ પંચમીએ અહીં મેળો યોજાય છે, જે ભૂમિ પર ભુજંગ નાગના મહાત્મ્યને ઉજાગર કરે છે. (Credits: - Wikipedia)

કિલ્લાના એક ખૂણામાં આવેલો નાનો ચોરસ આકારનો મિનારો ભુજંગ નાગને અર્પણ કરાયેલો છે. લોકમાન્યતાઓ અનુસાર, ભુજંગ નાગ પાતાળના દેવતા શેષનાગના ભાઈ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે તેઓ કાઠિયાવાડના થાન વિસ્તારમાંથી આવ્યા હતા અને કચ્છ પ્રદેશને દૈત્યો તથા રાક્ષસોના આતંકથી મુક્તિ અપાવી હતી. (Credits: - Wikipedia)

આજના સમયમાં ભુજિયા ડુંગર ભુજ નગર માટે માત્ર ઐતિહાસિક નહીં પરંતુ પર્યટન માટે પણ લોકપ્રિય સ્થળ બની ગયું છે. અહીંથી ભુજ શહેરનું ખૂબ જ સુંદર દૃશ્ય દેખાય છે અને રોજ હજારો લોકો સવાર-સાંજ દર્શન માટે અહીં આવે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)