
તે સમયગાળામાં તેને "કુતુબ-હૌજ" અથવા "હૌજ-એ-કુતુબ" તરીકે ઓળખવામાં આવતું. આ તળાવ શાસકોના સ્નાન માટે ખાસ ઉપયોગમાં લેવાતું હતું, અને તેમાં પાણી શુદ્ધ રહે તે માટે વિશિષ્ટ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી. (Credits: - Wikipedia)

ઇ.સ. 1781 દરમિયાન તળાવના નગીનાવાડી વિસ્તાર સુધી જતો પુલ, ઘટ્ટામહલ નામની ઇમારત અને તળાવના પાળ પર આવેલા પથ્થરના ઘાટો ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. લાંબા સમય સુધી આ તળાવ સંભાળ વગર રહી ગયું હતું જ્યાં સુધી ઇ.સ. 1872માં કલેક્ટર બોરાડેઇલે તેના પુનઃસર્જન અને સમારકામની કામગીરી ન કરી. (Credits: - Wikipedia)

એ જ સમયમાં, રાયપુર દરવાજાથી તળાવ સુધીનો અંદાજે 6600 ફૂટ લાંબો માર્ગ પણ બનાવવામાં આવ્યો હતો, જેના કારણે લોકો માટે ત્યાં પહોંચી શકાય એવી સરળતા ઉભી થઇ. (Credits: - Wikipedia)

તળાવ આસપાસની પાળના પથ્થર, ઘાટ, પ્રવેશદ્વાર વગેરેમાં મહત્ત્વપૂર્ણ આર્કિટેક્ચરલ શૈલી જોવા મળે છે. પહેલા સમયમાં અહીંથી પાણી શહેરના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવતું હતું.

કાંકરિયા તળાવનો કેળવણી, સંસ્કૃતિ અને આરોગ્ય સાથે સંબંધિત અનેક આયોજનો માટે ઉપયોગ થાય છે. જેમ કે ખેલ મહાકુંભ, ફેસ્ટિવલ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)