
ટોલમાંથી સરકારની આવક: 2023-24માં ભારતમાં ટોલમાંથી કુલ આવક રૂપિયા 64,809.86 કરોડ હતી. આ ગયા વર્ષ કરતાં 35 ટકા વધુ છે. 2019-20માં આ આવક 27,503 કરોડ રૂપિયા હતી. આ દર્શાવે છે કે સરકારની ટોલમાંથી થતી આવક સતત વધી રહી છે.

ભારતના રસ્તા હશે અમેરિકાની બરાબર: ગડકરીએ કહ્યું કે, 2024 પહેલા દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસવે શરૂ કરવામાં આવશે, જે ભારતને રસ્તાઓની બાબતમાં અમેરિકાની બરાબરી પર લઈ જશે. તેમણે કહ્યું કે રસ્તાઓના નિર્માણથી ઘણા શહેરો વચ્ચેનું અંતર ઘટશે. આ પગલાથી મુસાફરોનો સમય અને ઇંધણ તો બચશે જ, સાથે સાથે દેશની માર્ગ પરિવહન વ્યવસ્થા પણ વધુ આધુનિક અને કાર્યક્ષમ બનશે.

સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શું છે? : સરકારે આ નવી સિસ્ટમને સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ નામ આપ્યું છે. ફાસ્ટેગ સ્કેન કરવાની જરૂર રહેશે નહીં અને સેટેલાઇટની મદદથી કારની ઓળખ કરીને ટોલ વસૂલાત કરવામાં આવશે. હાલમાં FASTag થી ટોલ કપાય છે, પરંતુ ધીમે ધીમે સમગ્ર સિસ્ટમને ફક્ત સેટેલાઇટમાં ટ્રાન્સફર કરવાની યોજના છે.

ઘણી વખત તમારી કાર ઘરના પાર્કિંગમાં પડી હોય, તેમ છત્તા તમારા ફાસ્ટેગમાંથી ટોલ ટેક્સ કાપવામાં આવે આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે જો આવું ક્યારેક તમારી સાથે પણ બને તો આ 3 રીતે તમે ખોટી રીતે કપાયેલા પૈસા પાછા મેળવી શકો છો.

ધારો કે તમે કોઈ એવા રસ્તા કે હાઈવે પર જઈ રહ્યા છો જ્યાં ટોલ વસૂલવામાં આવે છે, તો સ્થાનના આધારે તમારા ખાતામાંથી પૈસા આપમેળે કપાઈ જશે. આનો અર્થ એ થયો કે હવે તમારે રોકાઈને ટોલ ચૂકવવાની જરૂર નથી. આ એક સંપૂર્ણપણે સ્વચાલિત સિસ્ટમ છે જે સંપૂર્ણપણે અલગ રીતે કાર્ય કરે છે.