તેમણે સેવાભાવી સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે ફૂડ પેકેટ તેમજ જરૂરી ખાદ્ય સામગ્રી અસરગ્રસ્તોને પહોંચાડવા માટે તૈયાર કરે તેના વિતરણ માટે પણ યોગ્ય પ્રબંધ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય હવામાન વિભાગે આગામી ૪૮ કલાક સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે તે સંદર્ભમાં આ વિસ્તારોના કલેકટરોને પણ સતર્ક અને સજ્જ રહેવા મુખ્ય સચિવ રાજકુમારે આ બેઠક દરમિયાન જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવઓ પંકજ જોષી, એમ. કે. દાસ તેમજ મહેસૂલ, ઊર્જા, આરોગ્ય, સિંચાઈ, માર્ગ-મકાન સહિતના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.