
બેંકે કરાઈકુડી, મદ્રાસ (ચેન્નઈ) અને રંગૂન (યાંગુન)માં એક સાથે શાખાઓ ખોલીને તેની યાત્રા શરૂ કરી. ચેન્નાઈમાં મુખ્ય મથક ધરાવતી, બેંક ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો જેમ કે રિટેલ બેંકિંગ, વ્યક્તિગત બેંકિંગ, મર્ચન્ટ બેંકિંગ અને ડિજિટલ બેંકિંગ સેવાઓ પૂરી કરે છે.

ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો ચોખ્ખો નફો 24 ટકા વધીને 777 કરોડ રૂપિયા થઈ ગયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં બેન્કનો નફો રૂ. 625 કરોડ હતો.

ક્વાર્ટર દરમિયાન તેની કુલ આવક વધીને રૂ. 8,484 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 6,935 કરોડ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કની વ્યાજની આવક રૂ. 6,851 કરોડ હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 5,821 કરોડ હતી.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.