
વિટામિન સી ધરાવતાં ફળોનું સેવન કરો : ડેન્ગ્યુ પછી રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. કારણ કે નબળા શરીરમાં અન્ય ફ્લૂ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તેથી તમારા રોજિંદા આહારમાં વિટામિન સીથી ભરપૂર ફળો જેમ કે નારંગી, કીવી, દ્રાક્ષનો સમાવેશ કરો. આ શરીરની એનર્જી વધારવામાં પણ મદદ કરશે.

પ્રવાહી વસ્તુઓનું વધુ સેવન કરો : ડેન્ગ્યુને કારણે આવતી નબળાઈને દૂર કરવા માટે સંતુલિત આહાર લેવા ઉપરાંત પુષ્કળ પાણી પીવું અને ખોરાકમાં પ્રવાહી વસ્તુઓ જેમ કે ફળ અને શાકભાજીના રસ, નારિયેળ પાણી, છાશ વગેરેનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે.

પૂરતી ઊંઘ લેવી જરૂરી છે : નબળાઈને દૂર કરવા માટે શરીરને આરામની પણ જરૂર છે. તેથી દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો. અત્યારે તો એ પણ વધારે જરૂરી છે કે તમે યોગ્ય સમયે સૂઈ જાઓ. એટલે કે દરરોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં ડિનર કરી લો અને પછી 10 વાગ્યા સુધીમાં સૂઈ જાઓ. જેથી તમારી સવારની દિનચર્યામાં ખલેલ ન પડે. યોગ્ય દિનચર્યાને અનુસરવાથી તમને રિકવરી થવામાં ઘણી મદદ મળશે.