કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત હોવા ઉપરાંત દૂધ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. એક મોટો કપ એટલે કે લગભગ 250 ગ્રામ દૂધમાં દૈનિક જરૂરિયાતના 88 ટકા પાણી, 8.14 ગ્રામ પ્રોટીન, 12 ગ્રામ ખાંડ, 12 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 8 ગ્રામ ચરબી, વિટામિન B12, B2, ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો હોય છે. તો ચાલો જાણીએ કે કઈ રીતે ખોરાકમાં દૂધનો સમાવેશ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે.