1 / 5
મોઢામાં ચાંદા પડવા એ સૌથી સામાન્ય સમસ્યા છે, પરંતુ તેના કારણે સખત દુખાવો થાય છે અને કંઈપણ ખાવું કે પીવું મુશ્કેલ થઈ જાય છે. મોઢામાં ચાંદા પડવા પાછળના કારણોમાં હોર્મોનલ ફેરફાર, પેટમાં ગરમી, બીજાની જુઠો ખોરાક ખાવો કે પીવો અથવા બ્રશ કરતી વખતે તેની છાલ ઉતારવી, ગરમ ચા કે કોફી પીવી. જો મોઢામાં ફોલ્લા હોય અથવા જીભ અને ગાલની અંદરની ત્વચા પર ફોલ્લીઓ થઈ ગઈ હોય તો તેનાથી રાહત મેળવવા માટે ઘરગથ્થુ ઉપાયો ખૂબ જ અસરકારક છે.