
"ઇજા પછીના પ્રથમ 72 કલાક માટે બરફ એ એક સારો વિકલ્પ છે. કારણ કે તે સોજો ઘટાડવામાં મદદ કરે છે. બીજી બાજુ બરફનો શેક કરવાથી તેનાથી ગરમી ઉત્પન્ન થાય છે. તે સખત સાંધાઓને શાંત કરવામાં અને સ્નાયુઓને આરામ કરવામાં મદદ કરે છે. કોઈપણ વિકલ્પનો ઉપયોગ એક સમયે 10 થી 15 મિનિટથી વધુ સમય માટે થવો જોઈએ નહીં.

મહિલાઓએ પિરિયડના દુખાવા માટે લગભગ 15-20 મિનિટ માટે પીડાદાયક વિસ્તાર પર ગરમ બેગ મૂકો. પછી ફરીથી શેક કરતાં પહેલા બ્રેક લો. આમ અંતર રાખવાથી સ્નાયુઓને અથવા સ્કીનને વધુ ગરમ કર્યા વિના રેસ્ટ મળે છે. સ્કીન બળે નહીં તે માટે હંમેશા બેગ અને તમારી સ્કીન વચ્ચે કાપડ મૂકો. ક્યારેય શેક સીધો સ્કીન પર ન કરવો. વચ્ચે કાપડ અવશ્ય મુકવું જોઈએ. (Disclaimer : અહીં આપેલો લેખ મળતી મહિતી મુજબ છે. કંઈ પણ ઉપયોગ કરતા પહેલા ડોક્ટરોની સલાહ અવશ્ય લેવી. TV 9 તેની કોઈ પુષ્ટી કરતું નથી.)