
શરીરને ડિટોક્સ કરે છે : શરીરને ડિટોક્સ કરવા માટે પણ લસણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ સવારે ખાલી પેટ તેને ખાવાથી પેટના કીડા પણ દૂર થાય છે. આ સિવાય શરદી, ખાંસી કે અન્ય ઈન્ફેક્શનથી પણ રાહત અપાવવામાં લસણ ઘણું સારું છે. (Photo credit : freepik)

વજન ઘટાડવામાં ફાયદાકારક : વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો માટે લસણનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તે મેટાબોલિઝમને પ્રોત્સાહન આપે છે, જે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી આંતરડાના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. (ડિસ્કલેમર : લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને ફોલો કરતાં પહેલા તમારા ડોક્ટરોની સલાહ લો.) (Photo credit : freepik)
Published On - 11:45 am, Wed, 21 August 24