
જો આપણે આ યાદીમાં 40 ટકાથી વધુ ઘટેલા શેર્સની યાદી જોઈએ તો, IIFL ફાઇનાન્સના 43.06% શેર અને નેટવર્ક 18 મીડિયાના 41.38% શેર તેમાં સામેલ છે. 30 ટકાથી વધુ ઘટેલા મુખ્ય શેરોમાં ઇન્ડિયા ગેટ બાસમતી ચોખા 39.28%, એસ્ટર ડીએમ હેલ્થ 38.87%, TCI એક્સપ્રેસ 38.35%, કેમ્પસ એક્ટિવવેર 36.52% અને TV18 બ્રોડકાસ્ટ 36.46% ઘટ્યા છે.

આવી ઘણી મોટી કંપનીઓ આ યાદીમાં સામેલ છે, જેમના શેરના ભાવ 52 સપ્તાહના ઉચ્ચ સ્તરેથી 10 થી 20 ટકા સુધી ઘટી ગયા છે. આ પૈકી, ITC લિમિટેડના શેરના ભાવમાં 12%, HDFC બેંકના 14%, વિપ્રોના 15%, બજાજ ફાઇનાન્સના 16%, MRFના 18% અને HCLના શેરના ભાવમાં 22%નો ઘટાડો થયો છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી. કિંમત વધવાની સંભાવના શેરની હાલની સ્થિતિને ધ્યાને રાખીને ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. કોઈપણ શેર ખરીદતા પહેલા નિષ્ણાતની સલાહ લો.
Published On - 11:25 pm, Wed, 8 May 24