શેરબજારમાં આવેલી આ તેજીને કારણે શેરબજારના રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાનો જબરદસ્ત ફાયદો થયો છે. ડેટા અનુસાર, સોમવારે BSEનું માર્કેટ કેપ રૂ. 4,51,99,444.70 કરોડ હતું, જે BSE બંધ થયા પછી રૂપિયા 4,59,76,735.49 કરોડ જોવા મળ્યું હતું. BSEનું માર્કેટ કેપ રોકાણકારોની કમાણી સાથે જોડાયેલું છે. જ્યારે બીએસઈનું માર્કેટ કેપ વધે છે ત્યારે રોકાણકારો પૈસા કમાય છે. જ્યારે માર્કેટ કેપ ઘટે છે ત્યારે રોકાણકારોને નુકસાન થાય છે. એક દિવસ પહેલા, રોકાણકારોને શેરબજારમાંથી રૂ. 8 લાખ કરોડથી વધુનું નુકસાન થયું હતું.