
જે મહિલાઓને ઉલટીની સમસ્યાઓ છે. તેમણે જમ્યા બાદ અંદાજે 10 મિનિટ સુધી ચાલવું જોઈએ. જો શક્ય હોય તો, આહારમાં ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો. આનાથી પાચનતંત્ર સારું રહે છે.તેમજ ડોક્ટરની સલાહ જરુર લો.

જો તમને ત્રણ મહિનાથી વધુની પ્રેગ્નન્સી છે અને તમને ઉબકા કે ઉલટીની કોઈ સમસ્યા નથી થઈ, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે ઉલટી થાય છે કે નહીં તે હોર્મોન્સના સ્તર પર આધાર રાખે છે.

તમારા સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી માટે તમારા ડૉક્ટર સાથે વાત કરો કારણ કે તે તમારી શારીરિક તપાસ કર્યા પછી તમને ચોક્કસ કારણ આપી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)