
ઈન્ટિમેન્સી (Intimacy)ની 10 મિનિટની અંદર તમારે વજાઈનાને સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ. વજાઈના સહિત આસપાસના ભાગને હૂંફાળા પાણીથી સાફ કરવું, કોઈપણ કેમિકલ વાળા સાબુ કે વોશનો ઉપયોગ કરશો નહીં. આ વજાઈનાના pH સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે.

સેક્શુઅલ રિલેશન બાદ તમારે પેન્ટી પણ બદલવી જોઈએ. ઈન્ટિમેન્સી પછી, સ્વચ્છ અને સુતરાઉ પેન્ટી પહેરો જેથી બેક્ટેરિયાનો વિકાસ ન થાય.

ઈન્ટિમેન્સીની 10 મિનિટની અંદર મહિલાઓએ પાણી જરુર પીવું જોઈએ. આનાથી શરીરને હાઈડ્રેશન મળે છે અને યુરિન દ્વારા બેક્ટીરિયા બહાર નીકળે છે. જેનાથી યુટીઆઈનો ખતરો ઓછો થાય છે.

ઈન્ટિમેન્સીના થોડા સમય આરામ કરવો જરુરી છે. તમે બોડીને રિલેક્શ થવા માટે સમય આપો. જે મેન્ટલ અને ફિઝિકલ બંન્ને રીતે જરુરી છે. ઈન્ટિમેન્સી બાદ જો તમને બળતરા,ખંજવાળ કે પછી યુરિન પાસ કરતી વખતે દુખાવો થાય છે તો, આ સંક્રમણનો સંકેત હોય શકે છે.

શારિરીક સંબંધ બાંધ્યા પછી મહિલાઓએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, તો ડોક્ટરનો સંપર્ક જરુર કરવો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)