
મેનોરેજિયાથી એનીમિયા સહિત અન્ય કેટલીક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. એનીમિયાના કારણે શરીરમાં લોહીની ઉણપ આવી જાય છે અને શ્વાસ લેવમાં મુશ્કેલીઓ આવે છે. આ સિવાય મેનોરેજિયાથી અન્ય કેટલીક ગંભીર સમસ્યાઓ થાય છે. તો આ મેનોરેજિયા કેમ થાય છે. ચાલો વિસ્તારથી જાણીએ.

મહિલાઓના યુટ્રસમાં દર મહિને એક સ્તર બને છે. જે પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ દ્વારા શરીરમાંથી બહાર આવે છે.હોર્મોનનું સ્તર બગડતા હેવી બ્લીડિંગ થાય છે. ઓવ્યુલેટ ન થવાના કિસ્સામાં પણ, શરીરમાં હોર્મોનલ સંતુલન ખોરવાઈ શકે છે અને તેના કારણે હેવી બ્લીડિંગ થાય છે.

યુટ્રસની પરતમાં પોલીપ્સ વધવા લાગે છે. જેનાથી હેવી બ્લીડિંગ થાય છે. આ સિવાય યુટ્રેસમાં ફાઈબ્રોએડ ટ્યુમર થવાના કારણે પણ મહિલાઓને હેવી બ્લીડિંગ થાય છે. જ્યારે ફર્ટિલાઈઝ્ડ એગ યુટ્રેસની બહાર આવવા લાગે છે. તો આને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. આવી પ્રેગ્નન્સીમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. જેમાં હેવી બ્લીડિંગ એક મુખ્ય સમસ્યા છે.

કેન્સરને કારણે આવું ખૂબ જ ભાગ્યે જ થાય છે પરંતુ કેટલીક મહિલાઓને ગર્ભાશય અથવા અંડાશયના કેન્સરને કારણે વધુ પડતું બ્લીડિંગ પણ થઈ શકે છે. કેટલીક મહિલાઓને અમુક દવા ગરમ લાગવાથી પણ હેવી બ્લીડિંગ થાય છે.

મેનોરેજિયાની સારવારની જો આપણે વાત કરીએ તો હેવી બ્લીડિંગના કેટલાક કિસ્સાઓમાં, ડોકટરો ગર્ભનિરોધક ગોળીઓ લેવાની ભલામણ કરે છે. આ દવાઓના કારણે શરીરમાં હોર્મોન્સનું સંતુલન બદલાય છે, જેના કારણે હેવી પીરિયડ્સ ઓછો થવા લાગે છે. હેવી પીરિયડ્સ બંધ કરવા માટે ડોકટરો કેટલીક અન્ય દવાઓ પણ આપી શકે છે. તમારે આ દવાઓ ફક્ત પીરિયડ્સ દરમિયાન જ લેવી પડશે.

જો તમારા શરીરમાં પોલિપ્સ અથવા ફાઇબ્રોઇડ્સ હોય, તો ડૉક્ટર તમને સર્જરી કરાવવાની સલાહ પણ આપી શકે છે. સર્જરી પછી હેવી બ્લીડિંગની સમસ્યા બંધ થઈ જશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)