
તેમજ સ્તનમાં સોજો દેખાય કે, સ્તનમાં દુખાવો થઈ શકે છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે, તેને બિલકુલ નજરઅંદાજ કરવો જોઈએ નહી.

જો તમે નાના બાળકોની માતા છો. અને બાળકોને દૂધ પીવડાવવાનું બંધ કરી દીધું છે.તો મિલ્ક ડિસ્ચાર્જ જોવા મળી શકેછે. કેટલીક મહિલાઓ સ્તનપાન જોડાવ્યાના 2 થી 3 વર્ષ સુધી એક એવો ડિસ્ચાર્જ જોવા મળે છે. જે ખુબ સામાન્ય છે પરંતુ જો તમારા નિપ્પલમાંથી બ્લડ ડિસ્ચાર્જ થાય છે. તો આ એક ખતરો છે. નિપ્પલમાંથી બ્લડ જેવા રંગનું ડિસ્ચાર્જ થવાથી બ્રેસ્ટ કેન્સરની સંભાવના પણ વધી જાય છે.

નિપલની ડીંટડીની લાલાશ સ્તન કેન્સરનું પ્રથમ સંકેત માનવામાં આવે છે. જોકે, જો તમારા સ્તનની ડીંટીમાં ખંજવાળ આવે, ભીંગડાંવાળું અને તિરાડ પડે તો તમને ખરજવું પણ હોઈ શકે છે. પરંતુ જ્યારે તમને આવું લાગે, ત્યારે તમારે વિલંબ કર્યા વિના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.જો તમારા બ્રેસ્ટ અને નિપલના ભાગની આજુબાજુ સોજો અને સ્કિન લાલ જોવા મળી રહી છે. તો આ પણ એખ બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ છે. એટલા માટે જલ્દી ડોક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
Published On - 7:35 am, Mon, 19 May 25