
હા, ધૂમ્રપાન કરવાથી અથવા જો તમે ધૂમ્રપાન ન કરતા હોવ અને સતત ધૂમ્રપાનના સંપર્કમાં રહેતા હોવ તો પણ, તે તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. જેના કારણે શરીર સંક્રમણ સાથે લડી શકતું નથી અને વાયરસ તમને જકડી લે છે. અનેક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ધ્રુમપ્રાન કરનાર મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરનો ખતરો વધારે હોય છે.

ગુપ્તાંગમાંથી સ્રાવ થવો સામાન્ય છે, પરંતુ જો તે વારંવાર થઈ રહ્યું હોય તો સાવચેત રહેવું જોઈએ. કેટલીક સ્ત્રીઓ ડર કે શરમને કારણે તેને અવગણે છે. પરંતુ જો કોઈને લાંબા સમયથી વજાઈનામાંથી ગંધ આવવી કે સાથે ડિસ્ચાર્જ થઈ રહ્યો છે કે,પીરિયડ્સ અનિયમિત આવી રહ્યા છે. તો સાવધાન થવાની જરુરત છે. લાંબા સમય રહેતા તપાસ કરાવવી જોઈએ.

હવે આપણે સર્વાઈકલ કેન્સરથી કઈ રીતે બચી શકાય તેના વિશે વાત કરીએ તો. એચપીવી વેક્સીન આ વેક્સીન 9 થી 14 વર્ષની છોકરીઓમાં લગાવવી જોઈએ,આ વેક્સીન શરીરને વાયરસ સામે લડવા માટે તૈયાર કરે છે. આ સિવાય દરેક મહિલાઓને 30 વર્ષની ઉંમર બાદ નિયમિત રુપથી પૈપ સ્મીયર ટેસ્ટ કરાવવો જોઈએ. જેનાથી શરુઆતના સ્ટેજમાં જ કોઈ ખતરો છે. તો ખબર પડી જાય છે.

લાઈફસ્ટાઈલમાં બદલાવ કરો. કોઈ પણ પ્રકારના સંક્રમણથી બચવા માટે સંતુલિત આહાર લેવો જરુરી છે. ધ્રુમ્રપાનથી દુર રહેવું જોઈએ અને પાર્ટનર સાથે સુરક્ષિત સંબંધ બાંધવો જોઈએ.

જો આમ છતાં શરીરમાં કોઈ પ્રકારના સંકેત જોવા મળે છે કે, સતત થાક લાગવો, કમર કે પીઠમાં દુખાવો, શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લીડિંગ કે દુર્ગંધ આવે કે, ડિસ્ચાર્જ થાય તો તરત જ ટેસ્ટ કરાવો. સમયસર ટેસ્ટ કરવાથી કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)