Breaking News : ગુજરાતને મળશે “વાયર ફ્રી સિટી”નું નવું રૂપ, રાજ્ય સરકારે 500 કરોડના મિશનને આપી મંજૂરી

ગુજરાત સરકારે 'વાયર ફ્રી સિટી મિશન' માટે રૂ. 500 કરોડ મંજૂર કર્યા છે. આ યોજના હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં ઓવરહેડ વીજ વાયરોને ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરાશે.

| Edited By: | Updated on: Jun 04, 2026 | 4:01 PM
1 / 7
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શહેરી વિસ્તારોને વધુ સુરક્ષિત, સુંદર અને આધુનિક બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં “ગુજરાત વાયર ફ્રી સિટી મિશન”ને મંજૂરી આપવામાં આવી છે. આ મિશન હેઠળ શહેરોમાં હાલ કાર્યરત ઓવરહેડ વીજ વિતરણ નેટવર્કને તબક્કાવાર રીતે ભૂમિગત (અંડરગ્રાઉન્ડ) કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે.

2 / 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલા ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ના વિઝનને સાકાર કરવાની દિશામાં આ નિર્ણયને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારનું માનવું છે કે અંડરગ્રાઉન્ડ વીજ વ્યવસ્થા શહેરોના આધુનિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને નાગરિકોને વધુ સુરક્ષિત તથા વિશ્વસનીય વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવશે.

3 / 7
આ મહત્વાકાંક્ષી યોજનાના પ્રારંભિક તબક્કા માટે રાજ્ય સરકારે રૂ. 500 કરોડની જોગવાઈને મંજૂરી આપી છે. યોજનાનો લાભ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓ તેમજ 151 નગરપાલિકા વિસ્તારોને મળશે. સરકારનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં ગુજરાતના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર રીતે સંપૂર્ણ “વાયર ફ્રી સિટી” તરીકે વિકસાવવાનો છે.

4 / 7
યોજનાના અમલીકરણ દરમિયાન રાજ્યભરમાં અંદાજે 14,600 સર્કિટ કિલોમીટર હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક અને 31,400 સર્કિટ કિલોમીટર લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને ભૂમિગત કેબલ સિસ્ટમમાં ફેરવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 11 KV ઓવરહેડ લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જ્યારે ત્યારબાદ લો ટેન્શન લાઈનોને પણ તબક્કાવાર ભૂમિગત કેબલ નેટવર્ક સાથે જોડવામાં આવશે.

5 / 7
સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી ચોમાસા, વાવાઝોડા અથવા અન્ય કુદરતી આફતો દરમિયાન વીજ વાયર તૂટી જવા, શોર્ટ સર્કિટ થવા અને વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. પરિણામે નાગરિકોની સુરક્ષા વધશે અને જનજીવન પર પડતી અસરો પણ ઓછી થશે.

6 / 7
અંડરગ્રાઉન્ડ કેબલિંગના કારણે ટેકનિકલ ખામીઓમાં ઘટાડો થશે, વીજ પુરવઠાની વિશ્વસનીયતા વધશે અને ગ્રાહકોને વધુ ગુણવત્તાયુક્ત તેમજ અવરોધરહિત વીજળી ઉપલબ્ધ થશે. સાથે જ શહેરોમાં વીજ તારના જાળથી મુક્ત અને વધુ આકર્ષક શહેરી દૃશ્ય પણ જોવા મળશે.

7 / 7
“ગુજરાત વાયર ફ્રી સિટી મિશન” માત્ર વીજ વિતરણ વ્યવસ્થામાં સુધારો લાવવાનો પ્રોજેક્ટ નથી, પરંતુ સુરક્ષિત, સ્માર્ટ અને આધુનિક ગુજરાતના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ અને દીર્ઘદૃષ્ટિપૂર્ણ પગલું છે. રાજ્ય સરકારનો આ નિર્ણય આગામી વર્ષોમાં ગુજરાતના શહેરી વિકાસને નવી દિશા આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Published On - 3:56 pm, Thu, 4 June 26

Follow Us