ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓના પગારમાં ઘણો તફાવત છે. ત્યારે તમને ચોક્કસ પ્રશ્ન થશે કે બંને રાજ્ય માંથી ક્યાં CM નો પગાર વધુ હશે.
ગુજરાતના મુખ્યમંત્રીને માસિક ₹3,21,000 પગાર મળે છે, જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને ₹2,55,000 પગાર મળે છે.
આ રીતે, ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર ₹ 66,000 વધુ છે. એટલે કે ભૂપેન્દ્ર પટેલ કરતાં મોહન યાદવને ઓછો પગાર મળે છે.
આ તફાવત રાજ્યોની આર્થિક સ્થિતિ અને નીતિઓ પર પણ આધાર રાખે છે.
જે તે રાજ્યના CM ને પગાર ઉપરાંત ઘણા ભથ્થાં અને સુવિધાઓ પણ મળે છે. આ ભથ્થાઓમાં સરકારી રહેઠાણ, વાહન, સ્ટાફ અને મુસાફરી ભથ્થાનો સમાવેશ થાય છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહીતી અનુસાર છે.)
Published On - 2:53 pm, Mon, 24 February 25