Gujarat Budget 2025-26: મહિલા સશક્તિકરણ માટે રોજગાર, એજ્યુકેશન વગેરે માટે ફાળવાયું ‘કરોડો’નું બજેટ

Gujarat Budget 2025: મહિલા સશક્તિકરણ માટે કુલ બજેટ: મહિલા કલ્યાણ અને સશક્તિકરણ યોજનાઓ માટે ₹1000 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા શિક્ષણ, રોજગાર, આરોગ્ય, સુરક્ષા અને આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે. સરકારનો ધ્યેયએ છે કે મહિલાઓ આત્મનિર્ભર બને, સ્વરોજગારની તકો વધે અને તેમની સામાજિક સુરક્ષાને મજબૂત બને.

| Updated on: Feb 20, 2025 | 2:36 PM
4 / 5
પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઇંધણને બદલે એલ.પી.જી.ના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પી.એન.જી-એલ.પી.જી. સહાય યોજના” અંતર્ગત ₹500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

5 / 5
 “જનતા જૂથ અકસ્માત વીમા યોજના” હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4 કરોડ 45 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલા છે. હાલમાં આ યોજના હેઠળ ₹50 હજારથી ₹2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે. જેમાં વધારો કરી આગામી વર્ષે ₹2 લાખથી ₹4 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરી છે. ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્ય વર્ધન, અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારીશક્તિના ઉત્કર્ષ સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.

Published On - 2:35 pm, Thu, 20 February 25