GST 2.0 આવશે! શું સોનું, ચાંદી અને હીરા પણ સસ્તા થશે? જાણો હવે કેટલો ટેક્સ લાગશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી છે કે, આ વખતે દિવાળી પહેલા જનતાને મોટી ભેટ મળશે. તેમણે આગામી પેઢીના GST સુધારા એટલે કે GST 2.0 લાવવાની વાત કરી છે.

| Updated on: Aug 18, 2025 | 8:52 PM
4 / 7
સોના અને ચાંદીથી બનેલા ઝવેરાત મેળવીએ છીએ, ત્યારે મેકિંગ ચાર્જ તેમાં સામેલ હોય છે. સરકારે આ મેકિંગ ચાર્જ પર 5% GST સ્લેબ રાખ્યો છે. આ રીતે, સોનું અને ચાંદી 3% સ્લેબમાં આવે છે. ડાયમંડ 0.25% અને 3% સ્લેબમાં આવે છે અને જ્વેલરી બનાવવાની સર્વિસ એટલે કે મેકિંગ ચાર્જ 5% સ્લેબમાં આવે છે.

5 / 7
રિપોર્ટ અનુસાર, હાલમાં કેન્દ્ર સરકારે રાજ્યોને નેક્સ્ટ-જનરેશન GSTનો ડ્રાફ્ટ મોકલ્યો છે. નવા પ્રસ્તાવ મુજબ, સોના અને ચાંદી પર પહેલાની જેમ 3 ટકા અને હીરા પર 0.25 ટકા ટેક્સ લાગુ રહેશે. ટૂંકમાં પહેલાની જેમ GST લાગુ રહેશે. આનો અર્થ એ થયો કે, GST 2.0 ના સુધારાને કારણે ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં.

6 / 7
હાલમાં, સરકાર પ્રસ્તાવિત GST સુધારા અંગે 'GST કાઉન્સિલ' દ્વારા રચાયેલા ત્રણ સભ્યોના મંત્રીઓના જૂથની બેઠક 20 અને 21 ઓગસ્ટના રોજ યોજી શકે છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવેલા નવા GST માળખાની સમીક્ષા કરવામાં આવશે.

7 / 7
બેઠક પછી, GoM ની ભલામણો GST કાઉન્સિલને મોકલવામાં આવશે. આમાં કેન્દ્રીય નાણામંત્રી, નાણા રાજ્યમંત્રી અને તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓનો સમાવેશ થાય છે. GSTમાં કોઈપણ ફેરફાર માટે રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે, કારણ કે તે રાજ્યોના રેવન્યુ કલેક્શનને  અસર કરશે.