New Rules : LPG કિંમતથી લઈને મ્યુચ્યુઅલ ફંડ સુધી સરકારનો મોટો નિર્ણય, દિવાળીના બીજા દિવસથી બદલાશે નિયમો

|

Oct 29, 2024 | 10:13 AM

01 November New Rules : વાસ્તવમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા નિયમો બદલાય છે. સરકારની સાથે-સાથે ખાનગી કંપનીઓ પણ નિયમોમાં ફેરફાર કરે છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે. ચાલો જાણીએ કે દિવાળીના બીજા દિવસથી કયા નિયમો બદલાઈ રહ્યા છે.

1 / 5
01 November New Rules : ઓક્ટોબર મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળીનો તહેવાર મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31મી ઓક્ટોબરે છે, પરંતુ બીજા જ દિવસથી પૈસા સંબંધિત 5 નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જેમાં ગેસ સિલિન્ડરની કિંમતોથી લઈને મ્યુચ્યુઅલ ફંડ સ્ટોક માર્કેટ સુધીના નિયમોનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે આ ફેરફારો તમારા ખિસ્સા પર શું અસર કરશે. દર મહિનાની પહેલી તારીખે ઘણા નિયમો બદલાય છે. સરકારની સાથે-સાથે ખાનગી કંપનીઓ પણ નિયમોમાં ફેરફાર કરે છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે.

2 / 5
ગેસ સિલિન્ડરની કિંમત : સામાન્ય રીતે સરકાર દર મહિનાની પહેલી તારીખે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં 1 નવેમ્બરે પણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે.

3 / 5
મ્યુચ્યુઅલ ફંડ નિયમો : જો તમે શેર બજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાંથી કમાણી કરો છો તો આ નિયમની સીધી અસર તમારા પર પડી શકે છે. ખરેખર મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગ રોકવા માટે સેબીએ નવા નિયમો બનાવ્યા છે. આ નિયમ 1 નવેમ્બરથી લાગુ થશે. સેબીએ ઇન્સાઇડર ટ્રેડિંગ નિયમોમાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટનો સમાવેશ કર્યો છે.

4 / 5
ક્રેડિટ કાર્ડ નિયમો : હવે દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ક્રેડિટ કાર્ડ દ્વારા એક સ્ટેટમેન્ટ સાયકલમાં રૂપિયા 50 હજારથી વધુના યુટિલિટી બિલની ચુકવણી પર 1 ટકા વધારાનો ચાર્જ લેવામાં આવશે. SBI એ શૌર્ય/ડિફેન્સ ક્રેડિટ કાર્ડ સિવાયના તમામ અસુરક્ષિત ક્રેડિટ કાર્ડના ફાઇનાન્સ ચાર્જીસમાં પણ ફેરફાર કર્યો છે.

5 / 5
મેસેજ ટ્રેસેબિલિટી : આ સિવાય મેસેજ ટ્રેસેબિલિટી નિયમ પણ 1 નવેમ્બરથી અમલમાં આવશે. સરકારે ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી છે. મતલબ કે હવે કોલની સાથે મેસેજ પણ ચેક કરી શકાશે. સરકારે નકલી કોલ અને સ્પામને રોકવા માટે આ નિયમ લાગુ કર્યો છે. જેથી કેટલાક કીવર્ડ દ્વારા સ્પામ અને ફેક કોલની ઓળખ કરી શકાય.

Next Photo Gallery