Breaking News: સરકારનો ‘મોટો પ્લાન’… હવે શેરડી, મકાઈ, ચોખા અને ખેતીના કચરામાંથી બનેલા ઇંધણથી દોડશે ગાડીઓ

પેટ્રોલ-ડીઝલના કાયમી નિકાલ માટે દેશમાં એક નવી ટેકનોલોજી આવી ગઈ છે. હવે આપણી ગાડીઓ કોઈ મોંઘા પેટ્રોલથી નહીં પણ શેરડી, મકાઈ, ચોખા, ઘઉં, શક્કરિયા અને ખેતીના કચરામાંથી બનેલા એક ખાસ ઇંધણથી દોડશે.

| Edited By: | Updated on: Jun 15, 2026 | 3:35 PM
1 / 6
આજકાલ ઓટોમોબાઈલ સેક્ટરમાં એક નવો શબ્દ ખૂબ જ ઝડપથી ગુંજી રહ્યો છે, જેને આપણે E100 તરીકે ઓળખીએ છીએ. ભારત સરકાર અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સતત એ વાત પર જોર આપી રહ્યા છે કે, આવનારા સમયમાં આપણી ગાડીઓ પેટ્રોલના બદલે 100% ઇથેનોલ પર ચાલશે. મારુતિ સુઝુકીએ પોતાની ફ્લેક્સ-ફ્યુઅલ વેગનઆર અને હીરો મોટોકોર્પે પોતાની ઇથેનોલથી ચાલતી મોટરસાયકલો પણ શો કેસ કરી દીધી છે, જ્યારે ટોયોટા, હ્યુન્ડાઈ અને એમજી જેવી મોટી કંપનીઓ પણ આ રેસમાં જોડાઈ ચૂકી છે.

2 / 6
એવામાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે, તેમણે 100 ટકા ઇથેનોલ મિશ્રણ ઇંધણને કાનૂની માન્યતા આપવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ તેમણે કહ્યું કે, આ પ્રકારના પગલાથી આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.

3 / 6
ભારતના સંદર્ભમાં અશ્મિભૂત ઇંધણ (ફોસિલ ફ્યુઅલ)ની આયાત પરની નિર્ભરતા વિશે વાત કરતા મંત્રી ગડકરીએ જણાવ્યું કે, ઇથેનોલ ‘પેટ્રોલનો એક સાચો વિકલ્પ’ બનીને ઉભરશે અને 22 લાખ કરોડ રૂપિયાના આયાતના બોજને ઓછો કરવામાં મદદ કરશે. હાલમાં જ લોન્ચ થયેલી પાંચમાંથી ત્રણ મોટરસાયકલ હીરો મોટોકોર્પની છે, જેમાંથી બે બાઇક તો અત્યારથી જ સંપૂર્ણપણે 100 ટકા ઇથેનોલ પર દોડી રહી છે. ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં બીજી ઓટોમોબાઇલ કંપનીઓ પણ ઝડપથી આ મોડલ અપનાવશે.

4 / 6
આજકાલ માર્કેટમાં E100 વાહનોની ખૂબ ચર્ચા છે. E100 એટલે એવા વાહનો જે 100% ઇથેનોલ (Ethanol) ઇંધણ પર ચાલે છે, જેમાં 'E' નો અર્થ ઇથેનોલ અને '100' નો અર્થ 100% શુદ્ધ ઇથેનોલ થાય છે. આ ઇથેનોલ કોઈ કેમિકલ નથી પણ આપણા ખેડૂતોના પાકમાંથી બને છે. તેને મુખ્યત્વે શેરડી, મકાઈ, ચોખા, ઘઉં, શક્કરિયા અને ખેતીના કચરામાંથી તૈયાર કરાય છે. આ બધી વસ્તુઓમાં રહેલી ખાંડ (Sugar) કે સ્ટાર્ચને ખાસ વૈજ્ઞાનિક પ્રક્રિયા (Fermentation) દ્વારા ઇથેનોલમાં બદલવામાં આવે છે.

5 / 6
આ E100 વાહનોના ઘણા મોટા ફાયદા છે. પહેલો ફાયદો એ કે આનાથી પેટ્રોલ કરતાં ખૂબ જ ઓછું પ્રદૂષણ થાય છે. બીજું, આ ક્યારેય ખૂટે નહીં તેવું (Renewable) ઇંધણ છે, કારણ કે જ્યાં સુધી ખેતી થશે ત્યાં સુધી આ બનતું રહેશે. ત્રીજું, આનાથી પેટ્રોલ માટે બીજા દેશો પર આપણી નિર્ભરતા ઘટશે અને દેશનો મોટો ફાયદો થશે.

6 / 6
જો કે, આના બે નાના નુકસાન પણ છે. પહેલું એ કે, ઇથેનોલમાં પેટ્રોલ જેટલી તાકાત (ઊર્જા) નથી હોતી એટલે ગાડીમાં માઇલેજ થોડું ઓછું મળી શકે છે. બીજું, તમે સામાન્ય પેટ્રોલ ગાડીમાં સીધું ઇથેનોલ નથી નાખી શકતા. આના માટે એક ખાસ એન્જિન અને અલગ ફ્યુઅલ સિસ્ટમની જરૂર પડે છે. ટૂંકમાં કહીએ તો, થોડી ખામીઓ છતાં આ ઇંધણ આપણા ભવિષ્ય માટે બેસ્ટ છે.

Follow Us